મહુવા તાલુકાના ઉંચાકોટડા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ નારા અને રાષ્ટ્રધ્વજ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને 76માં સ્વતંત્રતા દિવસના અવસરે શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ઉંચાકોટડા ગામના સરપંચ શ્રી,ગામના આગેવાનો, સાધુસંતો, અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ નિહાળ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને બટુકભોજન કરાવવામાં આવ્યું હતું.વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વળી મિટિંગની આયોજન કરવામાં આવ્યું હતું ગામના આગેવાનો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ કઇ રીતે આગળ વધે અને નિયમિત શાળામાં આવે તે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમમાં શાળા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.