ભારત ની આઝાદી ને ૭૭ વર્ષ પૂરા થઈ ને ૭૮ માં વર્ષ મા પ્રવેશ કરેલ છે જે આઝાદી કા અમૃત અંતર્ગત ૭૮ માં સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત કાલોલ નગર તથા તાલુકામાં ઉત્સાહભેર મોટીસંખ્યામાં ગામના આગેવાનો અને અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય પર્વ ની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાલોલ કોર્ટના એડિશનલ સિનિયર સિવિલ જજ એસ.એસ પટેલ, કાલોલની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર જે.એમ.મછાર દ્વારા, કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન રાઠવા દ્વારા, કાલોલ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પીઆઇ આરડી ભરવાડ,કાલોલ નગરપાલિકા ખાતે પાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ દ્વારા તેમજ ડો.બાબાસાહેબની પ્રતિમાં પાસે આંબેડકર સ્મરણાંજલિ સમિતિના સભ્ય વિજયભાઇ કવિ પીગળીવાળા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું  કાલોલ એમજીએસ હાઇસ્કુલ ખાતે સહમંત્રી યોગેશભાઇ મહેતા અને સીબી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે ટ્રસ્ટી નરેશભાઈ શાહ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું તથા કોલેજ અને શાળાઓમાં રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાલોલ તાલુકા કક્ષા નો ધ્વજ વંદન કાર્યક્રમ ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ના હસ્તે યોજાયો હતો. જેમા વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ હતુ.