સાબરકાંઠા સહિત ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિધર્મી યુવકો હિંદુ યુવતીઓને લાલચ આપી તેમની સાથે એકાંતની પળો માનવાની ઘેલછા ધરાવતા સમાજમાં તેના ખરાબ પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે સોમવારે બપોરે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ એક હોટલના ગેસ્ટ હાઉસમાં વિધર્મી યુવક હિંદુ યુવતીને લઈ આવતા અન્ય લોકોને ખબર પડતા ભારે હોબાળો મચી ગયો હતો. દરમ્યાન એ.ડીવીઝન પોલીસે દોડી આવીને લોકોનો રોષ થાળે પાડયો હતો. જ્યારે આયુવક યુવતીની વધુ પુછપરછ માટે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લવાયા હતા.
આ અંગે આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સોમવારે બપોરના સુમારે મોતીપુરા સર્કલ નજીક આવેલ એક હોટલમાં વિધર્મી યુવક હિંદુ યુવતીને લઈ હોટલના ગેસ્ટહાઉસમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ તરત જ આ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોને ખબર પડી ગઈ હતી અને જોતજોતામાં લોકોનું ટોળુ એકત્ર થઈ ગયા બાદ ભાચરે હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારબાદ કેટલાક હિંદુ સંગઠનોના અગ્રણીઓ અને કાર્યકરોએ દોડી આવી સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. અનેતપાસ કર્યા બાદ આ યુવક-યુવતીને એ.ડીવીઝન પોલીસના હવાલે કરાયા હતા. દરમ્યાન મોતીપુરા વિસ્તારમાં આવેલ એક હોટલના ગેસ્ટહાઉસમાં બનેલી ઘટના અંગે પ્રાથમિક જાણકારી મળ્યા બાદ પોલીસે સ્થળ પર આવી ઉપસ્થિત લોકોને સમજાવી મામલો થાળે પાડી દીધો હતો. જોકે સોમવારે સાંજે પઃ૩૦ વાગ્યા સુધીમાં પોલીસે કોઈ ગુનો દાખલ કર્યો ન હોવાનું સુત્રોમાંથી જણાવાયું હતુ.
હિંમતનગરમાં વિધર્મી યુવક અને હિંદુ યુવતી ઝડપાઈ જતાં હોબાળો
