*જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા દ્વારા તિરંગા યાત્રા યોજાઇ*
આજરોજ સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્માના બાળકો દ્વારા
જનપ્રિય પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે કરવામાં આવેલ આહવાન અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા રેલી સ્વરૂપે યોજાઈ.
તિરંગા યાત્રાનું પ્રસ્થાન શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલ દ્વારા કરવામાં આવ્યું... રાષ્ટ્રીય ભાવના અને ભારતની આઝાદી તથા સ્વતંત્રતા નું શું મૂલ્ય છે તે અંગે વિસ્તૃત સમજ શાળાના લાઇબ્રેરીયન શ્રી નરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. જ્યોતિ વિદ્યાલય થી શરૂ થયેલી તિરંગા યાત્રા અર્બુદા સમાજવાડી, ભાટવાસ, નવા મારવાડા, લક્ષ્મી સોસાયટી ઉંડવા થઈ અને પરત શાળામાં આવેલ. સૌ બાળકોએ પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ રાખી અને ઘર ઘર તિરંગા.. હર ઘર તિરંગા... તથા રાષ્ટ્રીય એકતાના સૂત્રો બોલાવ્યા હતા.. દરેક જગ્યાએ તિરંગા યાત્રાનું ભાવભક્તિ અને શ્રદ્ધાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના ગુરુજીઓ સુપરવાઇઝરશ્રી આર.પી વાલા, સ્મિતાબેન, ભાનુબેન, કેના બહેન, હિરલ બહેન, ભાવનાબેન, શાલીની બહેન, મેઘાબહેન, સૃષ્ટિ બહેન, ચિરાગભાઈ પટેલ અને લાંબડીયા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય શ્રી જશવંતસિંહજી દેવડા પણ ખૂબ ભાવથી તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે ધીરુભાઈ અજીતસિંહ અમૃતભાઈ અને અનિલભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ. તિરંગા યાત્રાના સમાપન બાદ સૌ બાળકોને અલ્પાહાર આપવામાં આવેલ.