ગઇ કાલ તા .૧૪ / ૦૮ / ૨૦૨૨ ના કલાક ૧૧/૩૦ વાગ્યે રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતેથી કમલ એન્ટપ્રાઇઝ નામની ફેકટરીના માલીક શબ્બીરભાઇ ફજલેઅબ્બાસ તેલવાલાના દિકરા અદનાન ઉ.વ .૨૫, વાળાનું અપહરણ કરવા પૂર્વયોજીત કાવતરૂ રચી . આરોપી નઇમ તથા અમીન નામના તથા તેની સાથેના બીજા અજાણ્યા આરોપીઓએ અદનાનનું અપહરણ કરી , તેને છોડી મુકવા પંદર કરોડ રૂપિયાની માંગણી કરી , રૂપિયા નહીં આપે તો અદનાનને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય , જે અંગે અદનાનના પિતા શબ્બીરભાઇ ફજલેઅબ્બાસ તેલવાલા , ઉ.વ .૫૩ , રહે.રાજકોટ , કસ્તુરબા રોડ , ધ ગ્રાન્ડ ઠાકર હોટલ પાછળ વાળાએ ફરીયાદ જાહેર કરતા રાજકોટ ગ્રામ્ય , શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૨૧૩૦૯૧૨૨૦૭૧૧ / ૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૬૪ એ , ૧૨૦ બી મુજબ ગુનો દાખલ થયેલ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઉપરોકત ગંભિર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અમરેલી જિલ્લાના રાજુલાના રહેવાસી હોવાનું અને રાજકોટના સરહદી જિલ્લાઓને આરોપીઓની તપાસમાં મદદ કરવા જણાવેલ હોય , જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ઉપરોકત ગંભિર બનાવ સંબધે અપહરણકર્તાઓ તથા અપહ્યત વ્યકિત બાબતે તપાસમાં રહેવા ભાવનગર રેન્જના જિલ્લાઓને સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં આરોપીઓની તપાસ કરવા , તેમજ અપહ્યત વ્યક્તિને સહી - સલામત છોડાવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપી , રેપીડ એક્શન પ્લાન તૈયાર કરેલ હોય જેમાં શ્રી કે . જે . ચૌધરી , નાયબ પોલીસ અધિક્ષક , સાવરકુંડલા વિભાગ નાઓની અધ્યક્ષતામાં અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા અમરેલી એસ ઓ જી . પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી. લક્ક તથા રાજુલા પો.ઇન્સ શ્રી એ . એમ . દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. એસ.ઓ.જી. તથા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ અને અપહ્યત વ્યક્તિ અંગે સઘન તપાસ હાથ ધરી , અપહરણકારોને ગુન્હામાં વપરાયેલ ફોરવ્હીલ કાર સાથે સાવરકુંડલા - રાજુલા હાઇવે રોડ ઉપરથી પકડી પાડી , અપહરણ થયેલ વ્યક્તિને સહી સલામત છોડાવેલ છે . આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય , ગોંડલ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઝાલા સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પો.સ.ઇ. શ્રી રાણા તથા શાપર વેરાવળ પો.સ્ટે . પો.સ.ઇ. શ્રી ગોહિલ પણ જોડાયેલ હતા . પકડાયેલ આરોપી ( ૧ ) નઈમ ઉસ્માનભાઇ કનોજીયા , ઉ.વ .૨૪ , રહે.રાજુલા , ગાયત્રી મંદિર પાસે , કુંભારવાડા , તા.રાજુલા , જિ.અમરેલી, ( ૨ ) અમીન રસુલભાઇ મધરા , ઉં.વ .૨૬ , રહે.રાજુલા , તવક્કલનગર , તા.રાજુલા , જિ.અમરેલી, ( ૩ ) અબ્દુલ તપાસીભાઇ બુકેરા , ઉ.વ ૨૪ , રહે . રાજુલા , તવક્કલનગર , તા.રાજુલા , જિ.અમરેલી . ( ૪ ) હમીદભાઇ કાદરભાઇ જાખરા , ઉ.વ ૨૫ , રહે.રાજુલા , કુંભારવાડા , તા.રાજુલા , જિ.અમરેલી, અમરેલી જિલ્લા પોલીસે ભોગ બનનાર અદનાન શબ્બીરભાઇ તેલવાલાને શોધી કાઢી , તેમને સહી સલામત છોડાવેલ છે . અને ઉપરોક્ત આરોપીઓને પકડી પાડી , રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપી આપેલ છે . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી કે , જે , ચૌધરી , નાયબ પોલીસ અધિક્ષક , સાવરકુંડલા વિભાગ તથા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સશ્રી પી.બી. લક્કડ તથા રાજુલા પો.ઇન્સ શ્રી એ . એમ દેસાઇ દ્વારા કરવામાં આવેલ છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અઠવા લાઇન્સ પો. સ્ટે. વિસ્તાર ખાતે ઇંગ્લીશ દારૂ ઝડપી પાડતી પોલીસ.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અઠવા લાઇન્સ પો. સ્ટે. વિસ્તાર ખાતે નિરૂબેન જીતુભાઇ ખંભાતી ઉપર પ્રોહિ....
ડીસા તાલુકાના માણેકપુરા ગામે આવેલ પ્રાથમિક શાળાના 70 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ
ડીસા તાલુકાના માણેકપુરા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાના આજે 70 વર્ષ પૂર્ણ થતા શાળામાં રંગે ચંગે...
PORBANDAR ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર 13 11 2022
PORBANDAR ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર 13 11 2022
Weather Update Today: देश में हीटवेव से मिलेगी राहत, दिल्ली, एमपी और महाराष्ट्र समेत इन राज्यों में होगी बारिश
नई दिल्ली, ऑनलाइन डेस्क। देश के कई राज्यों में लोगों को गर्मी से राहत मिलने वाली है। मौसम...