સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખેડબ્રહ્મામાં જૂલાઇ માસ દરમિયાન ૩૫૩ પ્રસૂતીઓ થઈ જેમાં ૫૪ સીઝેરીયન કરાયા
આદીજાતી વિસ્તારમાં સરકારની આરોગ્ય સેવાઓની સુવાસ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સૌથી વધુ લોકોને આ સેવાનો લાભ અપાવ્યો
સરકારી દવાખાનાનું નામ પડે એટલે સ્વાભાવિક છે કે નાકનું ટેરવું ચડી જાય ત્યાંની સેવા, તબીબ અને સ્ટાફ દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ વર્તાવે એવુ માનવુ જ અશક્ય બની જાય પરંતુ આનાથી વિપરીત જો તમે દવાખાનામાં પ્રવેશોને તમને સારી સારવાર મળે અને સ્વસ્થ્ય થઇ ને ઘરે જાવ તો ચોક્કસ નવાઇ લાગે જી, હા આવુ જ એક આરોગ્ય કેન્દ્ર છે.સાબરકાંઠા જિલ્લાના આદિજાતી વસ્તી ધરાવતા ખેડબ્રહ્મા તાલુકાના સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખેડબ્રહ્મા
આદીજાતી વિસ્તારમાં અગાઉ હોસ્પિટલમાં નામ માત્રની પ્રસુતિ થતી તેની સામે આજે જૂલાઇ માસની વાત કરીએ તો ૩૫૩થી વધુ પ્રસુતિ આ આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવી જેમાં ૫૪ સીઝેરીયન અને ત્રણ પ્રસુતાઓએ જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. અહિં દર મહિને ૮૦થી ૮૫ ટકા નોર્મલ પ્રસુતિ કરાવામાં આવે છે. ૮૮ સગર્ભાઓને લોહી ચઢાવવામાં આવ્યું હતું. જ્યારે ૨૧૪ પ્રસુતાઓને પ્રસુતિ બાદ તરત કોપર્ટી પહેરાવામાં આવી હતી. એક બાળકના જન્મ બાદ બીજા બાળકના જ્ન્મમાં જરૂરી અંતર જળવાઇ રહે જેથી આ વિસ્તારમાં કુપોષણની સમસ્યા દૂર થઇ શકે. અઠવાડિયાના સાતે દિવસ ચોવિસ કલાક આ હોસ્પિટલમાં આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ હોય છે.
આ વિસ્તારમાં આરોગ્ય વિષયક જાગૃતા આવતા દર મહીને ૩૦૦થી વધુ પ્રસુતિ અહી કરાવાની સાથે સ્ત્રી રોગ નિદાન કરવામાં આવે છે. જેમાં ગર્ભાશયના મુખનું કેન્સર, બ્રેસ્ટ કેન્સરના પ્રાથમિક નિદાન કરી વધુ સારવાર માટે આગળ રિફર કરવામાં આવી જેના કારણે ઘણી મહિલાઓના જીવન બચાવી શકાયા છે.
અલ્પ શિક્ષિત એવા આ વિસ્તારમાં રૂઢીગત કુરિવાજો અને અંધશ્રધ્ધાઓના કારણે મોટાભાગે દાયણ દ્વારા જ ઘરે જ પ્રસુતિ કરાવવામાં આવતી હતી. જેના લીધે ઘણીવાર પ્રસુતાઓ અકાળે મોતને ભેંટતી હતી. પરંતુ ડૉ. ગઢવી અને તેમની આરોગ્યની ટીમ આશા બહેનો, એ.એન.એમ દ્વારા ઘરે-ઘરે જઈને લોકોને સમજાવામાં આવ્યા, સગર્ભા બહેનોનું અને માતાઓનું ખાસ કાન્સીલીંગ કરવામાં આવ્યું. સતત સંપર્ક અને સમજુતિના પરિણામે મહિલાઓમાં જાગૃતિ આવી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા થયા અને સંસ્થાકિય પ્રસુતિ માટે આવતા થયા..
આ સાથે આરોગ્ય કેંદ્રમાં ડાયાલીસીસની સુવિધા છે. જ્યાં બે સેશનમાં ૩૫ જેટલા દર્દીઓને ડાયાલીસીસની સુવિધા પુરી પાડવામાં આવે છે. સાથે આર.ટી.પી.સી.આર. લેબ, એર્થોપેડીકની સુવિધા ઉપલબ્ધ છે. આ આરોગ્ય કેંદ્રમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સૌથી વધુ લોકોને આ સેવાનો લાભ અપાવ્યો છે. જેથી આરોગ્ય કેંદ્રની સુવિધાઓમાં પણ વધારો થઈ શકે છે. વધુમાં દર્દીઓને આરોગ્ય કેંદ્ર થી ઘરે જવા માટે ૩૦૦ ભાડૂ આપવામાં આવે છે.
આમ છેવાડાના આદીજાતી વિસ્તારમાં રાજ્ય સરકારની આરોગ્ય્લક્ષી સેવાઓની સુવાસ પ્રસરાવી અંધશ્રધ્ધાઓ દૂર કરવામાં આ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરશ્રી અને તેમની ટીમ સફળ બની રહી છે.