પાવીજેતપુર તાલુકાની સિહોદ ચોકડી ના રોડ ઉપર પડેલા ખાડા થી વાંકી વિસ્તારના ૨૦ થી વધુ ગામો ને હાલાકી
પાવીજેતપુર તાલુકાના સિહોદ ચોકડી ઉપર વાંકી જવાન રસ્તા ઉપર મોટા ખાડા જતા વાંકી વિસ્તારમાં ૨૦ થી વધુ ગામોને હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે.
પાવીજેતપુર થી ૨ કિલોમીટર જેટલા અંતરે આવેલી સિહોદ ચોકડી ઉપર વાંકી વિસ્તારમાં જવાના રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી જતા આ વિસ્તારના ૨૦ થી વધુ ગામોને ઘણી મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે. આજ રસ્તો પાવીજેતપુરના ભારજ નદીના પુલ નીચેથી પસાર થતા ડાયવર્ઝન ઉપર જતો હોય જે રસ્તો ભારદારી વાહનો માટે ખૂબ જ અગત્યનો છે. આજ રસ્તા ઉપર અવર જવર કરતા હોય ત્યારે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આજ રસ્તો સીધો લોઢાન, સિથોલ, નાનિબેજ, મોટિબેજ, ડુંગરવાંટ, વાંકી, ભણપુરી, મોટા કાંટવા, ઉચાપાન, કદવાલ સુધી ના ૨૦ થી વધુ ગામોની જનતા ને હાલાકી સામનો કરવાનો વારો આવ્યો છે. તેથી તંત્ર સિહોદ રસ્તા ઉપર પડેલા ખાડાને તાત્કાલિક પુરાવે અને લખખડધજ રસ્તાથી જનતાને છુટકારો અપાવે એવી જનતા ની બુલંદ માંગ ઉઠવા પામી છે.