બનાવ અંગે પીપાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવાય રાજુલા તાલુકાના ચાંચબંદરમા રહેતા એક યુવકને અહી જ રહેતા ચાર શખ્સોએ બાઇક પર જતી વખતે થુંક ઉડવા મુદ્દે બોલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા મરીન પીપાવાવ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે . યુવકને મારમાર્યાની આ ઘટના રાજુલાના ચાંચબંદરમા બની હતી . અહી રહેતા સાગરભાઇ બચુભાઇ શિયાળ ઉ.વ .૨૮, નામના યુવકે મરીન પીપાવાવ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ તેના મિત્ર સાથે બાઇક પર ગામમા નાસ્તો કરવા જતા હતા ત્યારે ચાલુ બાઇકે થુંક ઉડવા મુદ્દે ધરમશી ગોરધન ગુજરીયા , કમલેશ , ગોરધનભાઇ , વિશાલભાઇ નામના શખ્સોએ બોલાચાલી કરી હતી . આ શખ્સોએ તેને ઉભા રાખી દોરડા અને લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઇ જીંજાળા આગળની તપાસ ચલાવી રહ્યાં છે .
રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.