પાંથાવાડા પાસે બે દિવસ અગાઉ એક ઇસમના કાનમાંથી સોનાની મરકી બાઈક પર આવેલ ત્રણ ઈસમો લૂંટી ફરાર થઈ ગયા હતા. જે બનાવની જાણ પોલીસને થતા પાંથાવાડા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓ પોલીસ ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા પાડી કુલ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
પાંથાવાડા વિસ્તારમાં એક ઇસમના કાનમાંથી સોનાની મરકીઓ ત્રણ ઈસમો બાઈક પર આવી લુંટી ફરાર થઈ જાય છે બનાવની જાણ પાથાવાડા પોલીસનને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી આરોપીઓ ની શોધખોળ હાથ ધરી હતી જેમાં પાંથાવાડા PSI એ.બી.દત્તા પોસ્ટાફના માણસો સાથે ગુનો અનડીટેક હોઇ જે ગુનો શોધી કાઢવા સારૂ બાતમીદારો તેમજ ટેકનિકલ મદદ મેળવી આ ગુનાનામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે માહિતી મેળવી હતી.
પોલીસને આરોપીઓ પાલનપુર વિસ્તારના હોવાની હકીકત જણાઇ આવતાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન સ્થાનિક પોલીસની મદદ મેળવી 1 ધીરજ રાજારામ રાઠોડ (સલાટ) મુળ રહે. મોડાસા (2) ભરતભાઇ રમેશભાઇ સલાટ રહે. માનસરોવર ફાટક તાજપુર પાલનપુર (3) મેહુલભાઇ ડાહયાભાઇ સલાટ રહે. હનુમાન ટેકરી નીચે સુખબાગ રોડ પાલનપુર એમ કુલ ત્રણ આરોપી ને ઝડપી પાડી પોલીસે યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતાં ગુનાની લુંટની કબુલાત કરેલ હતી.
અને લુંટમાં ગયેલ મુદામાલ સોનાની મરકી આશરે એક તોલો જેની 73 હજાર તેમજ ગુનામાં વપરાયેલ હિરો મોટર સાયકલ નં. GJ.08.DF.0965 નું પોલીસે કબ્જે કરી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.