આગામી તા. 21મી ઓગસ્ટથી સળંગ ચાર રવિવાર મતદાર યાદી સુધારણા ઝુંબેશ રાજ્યભરમાં યોજાશે. ધારાસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને મતદાર યાદીમાં સુધારા વધારા અને નવા નામ જોડી શકશે. રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ આ અંગે માહિતી આપી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું છે કે, ધારાસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે મતદાર યાદીની સુધારણા માટે સળંગ ચાર રવિવાર ખાસ જુંબેશ હાથ ધરવામાં આવશે. પહેલી ઓક્ટોબર, 2022 ના રોજ 18 વર્ષ પૂરા કરનાર સૌને મતદાર તરીકે નોંધવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા માટે લોકોને સહકાર માંગતા તેમણે ઉમેર્યું હતું કે, મતદારના ઘર નજીક આવેલા બૂથ ઉપર મતદાર સુધારણા માટેનું ડેસ્ક શરૂ કરવામાં આવશે. ચાર રવિવાર માટેની તારીખ જાહેર કરતાં તેમણે કહી હતું કે 21 અને 28 ઓગસ્ટ અને 4થી અને 11મી સેપ્ટેમ્બરના રોજ મતદાર યાદી સુધારણાનું કામ હાથ ધરાશે, જ્યારે આખરી મતદાર યાદી 10મી ઓક્ટોબરના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.
હાલ ફોટો ઓળખપત્ર અપાયું હોય તેવા મતદારોની કુલ સંખ્યા ચાર કરોડ 83 લાખ 75 હજાર જેટલી છે.
ધારાસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને મતદાર યાદીમાં સુધારા વધારા અને નવા નામ જોડી શકશે : રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ આપી માહિતી
વિપુલ મકવાણા