રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આજરોજ (21 જુલાઈ) સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 11 વર્ષની બાળકીને તાવ આવ્યા બાદ ઊલટી અને બે-ત્રણ વાર ખેંચ આવતા ICUમાં દાખલ કરાઈ છે. તો રાજકોટમાં પણ વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. તેમજ બનાસકાંઠાના પાલનપુર શહેરના 1 અને ડીસાના સદરપુરના 1 દર્દીનું મોત થઈ ગયું છે. ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 75 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 29 થયો છે. હાલ 42 દર્દીઓ દાખલ છે, જ્યારે 3 દર્દીને રજા આપી દેવામાં આવી છે. ગતરોત વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરા વાઈરસથી 4 વર્ષના બાળકનું મોત થયું છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અત્યારસુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં
જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ
અને સુરત જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે.
ચાંદીપુરા વાઈરસને લઈને સરકારે હેલ્પલાઈન નંબર 104
શરૂ કરી છે, જેમાં આ વાઈરસના તમામ કેસોમાં સારવાર
સંબંધી માહિતી મળી રહેશે.
વાઇરલ એન્કેફેલાઇટિસનાં લક્ષણો
• બાળકને સખત તાવ આવવો.
• ઝાડા, ઊલટી થવાં.
• ખેંચ આવવી.
• અર્ધબેભાન કે બેભાન થવું.
વાઇરલ એન્કેફેલાઇટિસ કે ચાંદીપુરા વાઇરસથી બચવા શું કરવું?
• બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં)રમવા દેવા નહિ.
• બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો.
• સેન્ડફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દીવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવાં.
• મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
• જો ઉપર જણાવેલાં લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઇ જઇ સારવાર કરાવવી.