બનાસકાંઠા જીલ્લાના પાંથાવાડાના સાતરવાડા ગામ પાસેથી એક દારૂ ભરેલી ઇકોસ્પોર્ટ ગાડી પોલીસે ઝડપી પાડી હતી. જેમાં પાથાવાડા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત આધારે હાઇવે ત્રણ રસ્તા પાસે વોચમાં હતા. જે સમય દરમિયાન રાજેસ્થાન તરફથી એક ઇકોસ્પોર્ટ ગાડી આવતા તેની પોલીસ રોકવા ના પ્રયાસ કરતા ગાડી ચાલકે તેને ભગાડી હતી. જેથી પોલીસે ઇકોસ્પોર્ટ ગાડીનો પીછો કરતા દારૂ ભરેલી ગાડી ચાલાક સાંતરવાડા પાસે રોડ નીચે ગાડી ઉતરી જતા ચાલક ગાડી મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જેથી પોલીસ કુલ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાંથાવાડા પોલીસ પી.એસ.આઇ. એ.બી.દત્તા સ્ટેશનનાઓની મુજબ પાંથાવાડા પોલીસ સ્ટાફ પાંથાવાડા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પાંથાવાડા હાઇવે ત્રણ રસ્તા પાસે આવતાં મંડાર રાજસ્થાન તરફથી એક ઇકોસ્પોર્ટ ગાડી આવતાં અને સદરે ગાડી શંકાસ્પદ લાગતા પોલીસે ગાડીને હાથનો ઇશારો કરી રોકવા પ્રયત્ન કર્યો હતો. ઇકોસ્પોર્ટ ગાડીના ચાલકે તેની ગાડી ઉભી રાખ્યા વિના કુચાવાડા રોડ તરફ ભગાડી હતી.
પોલીસ ખાનગી વાહનથી પીછો કરતાં ગાડીચાલકે તેની ગાડી સાતરવાડા ગામ તરફ જતા રસ્તે એકદમ વાળવા જતા ગાડી રોડની સાઇડમાં ખાડામાં ઉતરી ગઈ હતી. જેથી ગાડીનો ચાલક ગાડી મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે GJ.01.RX.3733 ઇકોસ્પોર્ટ ગાડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની 716 બોટલો તેમજ કુલ 4 લાખ 26 હજાર 516 જેટલો મુદ્દામાલ કબ્જે લઇ ગાડીના ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.