ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમને તમામ પ્રકારની આધુનિક સુવિધા સભર કેટલીક નવીન એસ.ટી બસોની ફાળવણી કરાઈ છે જે પૈકી બે નવીન એસ.ટી બસો હાલોલ એસ.ટી ડેપોને ફાળવવામાં આવી છે જેમાંથી એક એસ.ટી બસ જેમાં 41 મુસાફરની ક્ષમતા સાથે ફુલ્લી લોડેડ બી.એ. સિક્સ ધરાવતી ટુ બાય ટુ લકજરી બસ તેમજ એક બી.એ. સિકસ મીની લકજરી બસની ફાળવણી કરવામાં આવી છે જે બંન્ને એસ.ટી બસોના લોકાર્પણ નો કાર્યક્રમ આજરોજ તારીખ 15/03/2023 ના રોજ હાલોલ એસ.ટી સ્ટેન્ડ ખાતે યોજાયો હતો આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા,પૂર્વ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ પટેલ, હાલોલ ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર, પ્રમુખ ડૉ. સંજય પટેલ અને હાલોલ એસ.ટી ડેપોના મેનેજર એસ.વી.ભાભોરના હસ્તે આ બંન્ને એસ.ટી બસોનું શાસ્ત્રોક વિધિ વિધાન સાથે પૂજા વિધિ કરી શ્રીફળ વધેરી તેમજ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરી લોકાર્પણ કરાયું હતું જેમાં બંને નવીન બસ પૈકી 41 મુસાફરોની ક્ષમતા ધરાવતી એક લક્ઝરી બસ ,પાવાગઢ વાયા હાલોલ થરાદ રૂટ પર મૂકવામાં આવી છે જે વાયા વડોદરા, મહેસાણા,ડીસા,પાલનપુર થઈ થરાદના લાંબા રૂટ પર ફરશે રોજ સવારે 8:00 કલાકે પાવાગઢ થી ઉપડી સાંજના 5:00 કલાકની આસપાસ થરાદ પહોંચશે જ્યારે બીજી મીની લક્ઝરી બસને પાવાગઢ ખાતે માચી પાવાગઢ ખાતે શરૂ કરવામાં આવી છે જેમાં બંન્ને બસોના લોકાર્પણ અંગે હાલોલ એસ.ટી. ડેપોના ટી.આઇ.હબીબશા દીવાન, ડી.આઇ.ચાવડા સિદ્ધરાજસિંહ મયડા અને હાલોલ નગરપાલિકાના કોર્પોરેટર બંસી ભરવાડ, કિરીટભાઈ, જીગરભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજરી આપી હતી.