આજરોજ ધારી ખાતે પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી કરતા તમામ પત્રકાર મીત્રોની એક બેઠક સરકીટ હાઉસ ધારી ખાતે યોજાય હતી.વિવિધ અખબારો અને ન્યુઝ ચેનલ સાથે જોડાયેલા ૧૬ જેટલા પત્રકાર મીત્રોએ આ બેઠકમાં ભાગ લીધેલ હતો.મીટીંગ ની શરૂઆતમાં તમામ પત્રકારો એ સંગઠન વીશે વિસ્તૂત ચર્ચાઓ કરીને પત્રકારો ની એકતા માટે ભાર મુકેલ હતો.ગત ટર્મના પત્રકાર ટીનુભાઈ લલીયાએ પોતાનો કાર્યકાળ પુરો થતા રાજીનામું આપેલ હતુ સાથેજ નવા પ્રમુખ નિમવા માટે ચર્ચાઓ કરેલ હતી અને ચર્ચાઓના અંતે સર્વાનુમતે પ્રમુખ તરીકે જયેશભાઇ જેઠવા અને ઉપપ્રમુખ તરીકે હનીફ નાડ ની વરણી કરવામાં આવેલ હતી.પ્રમુખ અને ઉપપ્રમુખ આગામી સમયમાં મહામંત્રી, મંત્રી, ખજાનચી અને કારોબારી સભ્ય નીમીને સંગઠન ને મજબુત બનાવશે.

આ મીટીંગ માં જયેશભાઈ જેઠવા,પરવેજભાઈ સુમરા,અરવિંદભાઈ દવે,બરકતભાઈ ચાવડા,અરૂણભાઈ વેગડા,ટીનુભાઈ લલીયા,કાંતિભાઈ મહાદેવ,નીઝારભાઈ ચાવડા,નીલેશભાઈ મહેતા, રહીમભાઈ ચાવડા,ઉદયભાઈ ચોલેરા,સંજયભાઈ વાળા,પ્રતાપભાઈ વાળા,ધર્મેશભાઈ દવે ,વીઠલાણી ભાઈ અને હનીફભાઈ નાડ સહીતના પત્રકાર મીત્રો જોડાયા હતા.અને પ્રમુખ થવા બદલ જયેશભાઈ જેઠવા ને અને ઉપપ્રમુખ થવા બદલ હનીફ નાડ ને શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી.