તંત્ર પાણીના નિકાલની તાત્કાલિક કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી..
તંત્રના પેટનું પાણી હલતુ નથી : અવર જવર માટે રહીશો ને મોટી મુશ્કેલી ઉભી થતાં રોષે ભરાયા...
વિરપુર તાલુકાના ભાટપુર ગ્રામ પંચાયત ના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. જેથી વરસાદ આવે ત્યારે કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ છે. જેના કારણે કાદવ કીચડ થાય છે અને વિસ્તારનાં રહિશો હેરાન પરેશાન થતા હોય છે. જેથી વિસ્તારનાં લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કકરવામા આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી રહિશો માગ કરી હતી.
જુના ભાટપુર પ્રાથમિક શાળા નજીક વરસાદી પાણી માટેનો કોઈ નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવેલો નથી, જેના કારણે પાણીનો ભરાવો થાય છે અને ખૂબ કાદવ કિચડ થાય છે. જેના કારણે લોકોને ચાલવા અને બાળકોને અભ્યાસ માટે શાળાએ જવામા ખૂબ જ મુશ્કેલી પડે છે. ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા અવારનવાર લેખિતમાં તેમજ મૌખિકમાં તંત્રને જાણ કરવામા આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી આ વિસ્તારમાં તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોએ માગણી કરી હતી...