પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી પી.આર. સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી મિલ્કત સંબંધી ચોરીનાં ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ. 

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો શહેર વિસ્‍તારમાં વાહન ચેકીંગમાં હતાં. તે દરમ્યાન એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. એલ.સી.બી.,ભાવનગરનાંઓને બાતમીરાહે હકીકત મળેલ કે, ભાવનગર,જવેલ્સ સર્કલથી કાળીયાબીડ પાણીની ટાંકી રોડ ઉપર આવેલ બાબાસાહેબ આંબેડકર હોસ્ટેલ પાસે રોડ ઉપર સફેદ કલરનાં મેજીક રજી.નંબર-GJ-07-YY 1313 માં ત્રણ માણસો અમુક સામાન ભરી કોઇ શંકાસ્પદ પ્રવૃતિઓ કરે છે.જે બાતમીવાળી જગ્યાએથી નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં સામાન તથા રોકડ રકમ સાથે મળી આવેલ. જે તેઓએ ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. 

પકડાયેલ ઇસમોઃ- 

(૧) ભાવેશ ભીખુભાઇ શામોર ઉ.વ.૩૧ રહે.મામાનાં ઓટલાવાળા ખાંચામાં,એરપોર્ટ રોડ, રૂવા, ભાવનગર

(૨) વિજયભાઇ ભગાભાઇ રાઠોડ ઉ.વ.૨૭ રહે.બ્લોક નં.૭૩૭૪, કૈલાશ સોસાયટી, ભરતનગર, ભાવનગર

(૩) ઋત્વીક લાખાભાઇ બાંભણીયા ઉ.વ.૨૦ રહે.પંચાયત ઓફિસની બાજુમાં,એરપોર્ટ રોડ, રૂવા, ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ- 

(૧) અલગ-અલગ તમાકુ, પાન મસાલા, સીગારેટ, સોપારી વિગેરે ચીજવસ્તુઓ મળી કુલ રૂ.૧,૭૫,૮૭૫/- 

(૨) રોકડ રૂ.૬૦,૦૦૦/- 

(૩) મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૦,૫૦૦/-

(૪) સફેદ કલરની ટાટા કંપનીની મેજીક રજી.નંબર-GJ-07-YY 1313 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૪૬,૮૭૫/- 

નો મુદ્દામાલ 

આ ત્રણેય ઇસમોની પુછપરછ કરતાં ઉપરોકત મુદ્દામાલ તેઓએ તથા હરિ ભરવાડે સાથે મળી ગઈ રાત્રીના સમયે રામમંત્ર મંદિર પેટ્રોલ પંપ સામે, રામનગર શોપીંગ સેન્ટરમાં આવેલ એક પાન મસાલાની દુકાનમાંથી ચોરી કરી લઇ લીધેલ હોવાનું જણાવેલ. જે અંગે નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૫૫૭/ ૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં સફળતાં મળેલ.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ- 

પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઈ ગોહિલ, સાગરભાઈ જોગદીયા, વનરાજભાઈ ખુમાણ, જયરાજસિંહ જાડેજા, ભયપાલસિંહ ચુડાસમા, સંજયભાઇ ચુડાસમા, સંજયસિંહ ઝાલા, જયદિપસિંહ ગોહિલ, ઈમ્તિયાઝખાન પઠાણ તથા નેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ