શ્રી વિ કે વાઘેલા હાઇસ્કૂલના પટાંગણમાં રક્ષાબંધન અને સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જે કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી પ્રવિણસિંહ વાઘેલા, શાળાના આચાર્ય શ્રી વિનોદભાઈ બારોટ, બ્રહ્મકુમારીમાંથી આવેલ આશાબેન, શાળાનો સમગ્ર સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીઓ સાથે મળી કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી ત્યારબાદ શાળા ના પ્રમુખે સ્પોર્ટસ વિશે સુંદર માહિતી આપી હતી.. બેન શ્રી આશાબેન દ્વારા રક્ષાબંધન ના પવિત્ર તહેવાર વિશે સુંદર સમજ આપી હતી.શાળા ના આચાર્ય કાર્યક્રમની માહિતી સુંદર આપી.. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી રાજુભાઇ દેસાઈએ સ્પોર્ટસ ડે અને આજના સમય માં સ્પોર્ટ્સ નું કેટલું મહત્વ છે તેની બાળકોને ખુબ સુંદર માહિતી પુરી પાડી હતી. ત્યારબાદ વિવિધ ગેમ્સ ની શરૂવાત કરવામાં આવી જેમાં.100 મીટર દોડ બહેનો ભાઈઓ, ત્રી પગ્ગી દોડ,કબ્બડી, સંગીત ખુરશી,ફુગ્ગા ફોડ,સિક્કા સોધ,રસ્સા ખેંચ વગેરે ગેમ્સનું આયોજન થયું જેમાં શાળાના તમામ સ્ટાફ ગણ તેમજ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધેલ છે જેમાં વિદ્યાર્થીઓમાં ભારે જોશ અને ઉત્સાહ જોવા મળ્યો કાર્યક્રમના અંતે વિવિધ રમત માં નંબર મેળવનાર વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ વિતરણ કરી કાર્યક્રમને પુર્ણ કરવામાં આવ્યો હતો...