દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થઈ ગયેલા પાકા કામના કેદીને બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી ફરી જેલ હવાલે કર્યો હતો.
બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડે પાકા કામના અને બળાત્કારના ગુનામાં આજીવન સજા ભોગાવતા વચગાળાના જામીન લઈ ફરાર કેદીને ઝડપી પાડ્યો છે. જેમાં પેરોલ ફ્લો સ્કોડ ઇન્ચાર્જ જે.જી.સોલંકી સબ ઇન્સપેક્ટર પાલનપુરના પોલીસના સ્ટાફ માણસો સાથે પેરોલ ફરારી તેમજ નાસતા-ફરતા આરોપીની તપાસમાં હતા.
તે સમય દરમિયાન બાતમી હકીકત આધારે અમદાવાદ સેન્ટ્રલ જેલના પાકા કામના કેદી દીતા ભાઈ ઉર્ફ દિનેશભાઈ લાલાભાઇ અંગારી રહે ભેદલા અમીરગઢવાળાને આજે હાથીદરાથી ઝડપી પાડયો છે. આરોપીની અટકાયત કરી પોલીસે આરોપીને પાલનપુર જીલ્લા જેલ ખાતે સોંપી આગળની તપાસ હાથ ધરી છે.