અમદાવાદ

શહેરમાં સિંધુભવન રોડ પર સ્થિત તાજ હોટલ સામે આવેલા સેક્રેટ નાઇન હુક્કાબાર પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો.જે દરોડો બાદ FSLમાં મોકલેલા સેમ્પલમાં ગુનાહીત ક્રૃત્ય હોવાની પોલ ખુલી હતી અને ચોંકાવનારી હકીકત સામે આવી હતી.મહત્વનું છે જે તે સમયે સરખેજ પોલિસે દરોડો પાડ્યો હતો બાદમાં એફએસએલ રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો હતો.પણ અંતે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડતા રિપોર્ટ બહાર કાઢી માલિક કેવલ પટેલની ધરપકડ કરવાનો વારો આવ્યો હતો. પોલીસે કેવલ સામે સિગારેટ અને બીજી તમાકુ ઉત્પાદનના વેપાર અને જાહેરાત અધિનિયમની કલમ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલે સિંધુભવન રોડ પર તાજ હોટલ સામે આવેલા સેક્રેટ નાઈન હુક્કાબારમાં દરોડો પાડ્યા બાદ મંગળવારે પોલિસે જાણવાજોગ ફરિયાદ નોંધી હતી.જેમાં ગત જાન્યુઆરી મહિનામાં સરખેજ પોલીસે રેડ કરી હતી તેનો રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતુ.સરખેજ પોલીસ સ્ટેશનના PSI સી.એમ.કણસાગરાએ ફરિયાદ આપતા હુક્કાબાર સંચાલક કેવલ મહેન્દ્રભાઈ પટેલ વિરૂધ્ધ સિગારેટ અને બીજી તમાકુ ઉત્પાદનના વેપાર અને જાહેરાત અધિનિયમની કલમ મુજબ પોલીસે ગુનો દાખલ કર્યો છે.પોલીસે અગાઉ ગત તા 12-1-2022ના રોજ રેડ કરી ત્યારે પણ હુક્કાબારમાં મળી આવ્યો ન હતો.સરખેજ પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI ડી પી સોલંકીએ રેડ કરી તે સમયે હુકકાની ફ્લેવર્સ સ્થળ પર મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ કબ્જે લઈ FSLમાં મોકલી આપ્યો હતો. સ્થળ પર કેવલનો મિત્ર આશિષ પટેલ સહિત હુક્કા પીવા આવેલા 6 યુવકો મળી આવ્યા હતા.

સરખેજ પોલીસે નોંધ કરી FSLમાં સેમ્પલ મોકલ્યા હતા. આ અંગે સરખેજ પોલીસ પાસે 3 મહિના પહેલા FSLનો રિપોર્ટ આવી ગયો હતો તે પોલીસ સ્ટેશન પડી રહ્યો હતો. ત્યાર બાદ પોલીસે ગુનો નોધી કેવલ સામે કાર્યવાહી કરી હતી.