ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે બાતમીના આધારે પાટડી તાલુકામાં માલવણ ચોકડીથી બજાણા તરફ જતી નર્મદા કેનાલના બ્રિજ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે કાર ભગાવી મુકી હતી. એસએમસીઓ તેનો પીછો કર્યો હતો પરંતુ અંધારાનો લાભ લઈ કારચાલક નાસી છુટયો હતો. એસએમસીએ કારની તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧,૭૦૦ બોટલ મળી આવી હતી. એસએમસીએ રૂ.૨,૧૭,૨૫૫ની કિંમતનો દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂ. ૧૦.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કારચાલક, કાર માલિક, દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર એમ ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી કારમાંથી રૂ.૨.૧૭ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/06/nerity_0250848e542914e83154a8bd1fc3e770.jpg)