જૂનાગઢ જિલ્લા ના કેશોદ તાલુકા ના બાલાગામ ઘેડ ગામના એક પરિવાર નો આયતાબ નામનો 5 વર્ષ નો બાળક પરિવાર તેમના મામા ના ઘરે ખીરસરા ઘેડ ગામે ગયેલો હોય ત્યાં રમતા રમતા બાળક ઝેરી દવા પી ગયેલ ત્યારે ઘરના સભ્યો એ તાત્કાલિક કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ  ખાતે લઈ ગયા હતા પરંતુ કુદરત ને કૈક અલગ જ મંજુર હોય જ્યારે કેશોદ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર દ્વારા બાળકને મૃત્ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આ ફૂલ જેવા 5 વર્ષ ના બાળક ના મૃત્યુ ને લઈ ને પરિવાર પણ જાણે કે આભ ફાટી પડ્યું હતું અને પોતાના વહાલ સોયા ના ગુમવવાને કારણે પરિવાર માં ઘેરો શોક છવાયો હતો.જ્યારે આયતાબ મલેક ઉંમર વર્ષ 5 ના મૃત્યુ ના સમાચાર વાયુવેગે ફેલાતા સ્નેહીજનો અને જ્ઞાતિજનોના આગેવાનો અને સામાજિક કાર્યકરો કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા .જ્યારે કેશોદ પોલિસ દ્વારા આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે