ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ માણતા 3 એસટી કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે. વાત કરવામાં આવે તો યાત્રાધામ અંબાજી ST ડેપોના કર્મચારીઓનો બે દિવસ પેહલા વિદાય સમારંભ હતો અને આ વિદાઈ સમારંભ બાદ દારૂની મહેફીલ માણતા કર્મીઓનો મામલો સામે આવ્યો હતો. અંબાજી બસ ડેપોમાં વિદાય સમારંભ બાદ ધોરીગામ પાસે પાવઠી ખાતે જઈ ST કર્મચારીઓએ દારૂ અને ચખણાની મજા માણી હતી તેનો વિડિયો સોશિયલ મીડિયામા વાઇરલ થયો હતો.
અંબાજી ડેપો ખાતે ફરજ બજાવતા 3 કર્મચારીઓનો વિદાય સમારંભ બાદ દારૂની પાર્ટીનો વીડિયો સામે આવ્યો હતો. ત્યાર બાદ આ વીડિયોની ગંભીરતા જાણીને એસટીના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે એસટીના ડીસી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સસ્પેન્ડ કરવામાં આવેલા ત્રણ કર્મચારીઓના નામ નીચે મુજબ છે
1. એન.પી.ચૌહાણ
2. જે.જે.સોલંકી
3. પી.એ.પ્રજાપતિ
આ સમગ્ર મામલે હજુ એક કર્મચારી ઉપર પગલાં ભરાઈ શકે તેમ છે. દારૂ પીતાનો વીડિયો જેમાં એસટીના કર્મચારીઓ વડગામ તાલુકામાં પાર્ટી કરી રહ્યા હતા અને આ પાર્ટીનો વીડિયો સામે આવતા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે.