ખેડબ્રહ્મામાં હાઇવે પર દબાણ હટાવવા વહીવટી તંત્ર સફાળું જાગ્યુ

 

 ખેડબ્રહ્મા 

આ હટાવેલું દબાણ કાયમી ધોરણે રહેશે કે ફરી દબાણ થશે પ્રજામાં ચર્ચા તો પ્રશ્ન

ખેડબ્રહ્મા શહેરમાં વહીવટી તંત્ર અચાનક જાગી સ્ટેટ હાઇવે પર દબાણ હટાવવા માટે ઓચિંતુ જાગી જતા દબાણ કરતાઓમા ફફડાટ વ્યાપી ગયો હતો 

 

 

ખેડબ્રહ્મા નગરપાલિકા, આર.એન્ડ.બી ઘ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના આદેશ થી ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી ઘ્વારા વડાલી અંબાજી હાઇવે પર આવેલ બંને બાજુના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેથી નવીન એ.પી.એમ.સી થી જૂની સાઈનાથ હોટલ સુધી બને બાજુ દુકાનદારો દ્વારા પોતાની દુકાનો આગળ લારી ગલ્લા તેમજ સેડ ઊભા કરી અને દબાણ કરવામાં આવ્યા હતા. જે દબાણ વહીવટી તંત્ર ઘ્વારા હાઇવે પર પોલીસ બંદોબસ્ત સાથે સરકારી કર્મચારીઓના ધાડા ઉતરી પડયા હતા તંત્ર ઘ્વારા રોડ સેન્ટર લાઈનથી 15 મીટર સુધીના દબાણ તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે વેપારીઓને જણાવવામાં આવ્યું હતું દબાણ દૂર કરવા માટે પ્રાંત અધિકારી એન.ડી પટેલ, મામલતદાર એન ટી પરમાર ખેડબ્રહ્મા ચીફ ઓફિસર સાવનકુમાર રતાણી, આર.એન્ડ.બી ના દિલીપ ચૌધરી સહિત સી.પી.આઈ. એન.ડી.સાધુ , પી.એસ.આઈ.સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો