પાલનપુરના ચિત્રાસણી નજીક કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતાં બાઇક ચાલકનું મોત થયું હતું. જ્યારે બે વ્યકિતને ઇજા થતાં 108 માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આબુરોડના કાળા મગરાના વિષ્ણુભાઇ બદાજી ચૌહાણની ફોઇની દીકરીના લગ્ન હોઇ ઉદેપુર જીલ્લાના ગોગુદા તાલુકાના લાગુણીના તેમના બનેવી દીતાભાઇ સોમાભાઇ ડામોર અને બહેન કાળીબેન ઘરે આવ્યા હતા.

તે દરમિયાન તેઓ શનિવારે બાઇક ઉપર પાલનપુરના ભટામલ ગામે સબંધીને મળવા આવી રહ્યા હતા. ત્યારે આબુ હાઇવે ઉપર ચિત્રાસણી નજીક પુલ પાસે પાછળથી આવેલી કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં બાઇક ચાલક દીતાભાઇનું મોત થયું હતુ. જ્યારે વિષ્ણુભાઇ અને કાળીબેનને સારવાર માટે ખસેડાયા હતા.