ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઇ રબારીએ માર્કેટયાર્ડના ખર્ચે મોંઘી લક્ઝરી કાર લાવતા વિવાદ સર્જાયો છે. કારણ કે ગોવાભાઇ માર્કેટયાર્ડના ચેરમેન ઉપરાંત ખેતી બેંકના જિલ્લા ડીરેક્ટર છે અને તેઓ ખેતીબેંકની ઇનોવા કાર પણ વાપરે છે.
ડીસા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય અને થોડા સમય અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ગોવાભાઇ રબારીને ભાજપ દ્વારા સત્તારૂઢ કરાયા છે.
ગોવાભાઇ ચેરમેન ઉપરાંત ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (ખેતી બેંક) ના બનાસકાંઠા જિલ્લાના ડિરેક્ટરનો હોદ્દો પણ ધરાવે છે. ગોવાભાઇ દેસાઈ પાસે સહકારી સંસ્થા ખેતી બેંક દ્વારા અપાયેલી મોંઘી ઇનોવા કાર છે. જે તેઓ દૈનિક ધોરણે ઉપયોગ કરે છે.