વિરપુર તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલા ઇ-ધરા કેન્દ્રની ઓનલાઈન બંધ રહેતા દસ્તાવેજ, સહિતની નકલો સમયસર નહીં મળતા ખેડૂતો અને પ્રજાને હાલાકી પડતાં આક્રોશ જોવા મળ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પ્રજાને સમયસર ૭-૧૨, ૮-અ, ચુંટણી કાર્ડ,આધાર કાર્ડ સહિતના કામકાજો માટે મામલતદાર કચેરી ખાતે ઈ-ધરા કેન્દ્ર શરૂ કરાયું છે પરંતુ છાશવારે ઓનલાઈન બંધ રહેતા તમામ કામકાજ ઠપ્પ થઈ જાય છે. કિંમતી સમય વેડફી-ભાડુ ચૂકવી આવતા-જતા ખેડૂતો તે પ્રજાને આર્થિક અને સમયનો મોટો વ્યય થાય છે. પોતાનું કિમતી કામકાજ બંધ રાખી ઈ-ધરા કેન્દ્રમાં આવે છે અને ઓનલાઈન બંધ રહેતા તેઓ દયાજનક સ્થિતિમાં મુકાઈ જાય છે ત્યારે વિરપુર મામલતદાર કચેરીમા છેલ્લા બે દિવસથી ઓનલાઈન સિસ્ટમ બંધ રહેતા તાલુકાની પ્રજા ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. રાજ્ય સરકારે ખેડૂતો અને જનતાના કામો ઝડપથી થાય એ માટે ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરી છે. પરંતુ તાલુકામાં બે બે દિવસથી ઓનલાઈન સેવા બંધ રહેતા તાલુકાવાસીઓ ભારે હાલાકી ભોગવી આક્રોશ ઠાલવી રહ્યા છે....