સિંગલ યુઝ પ્લાસ્ટિક થી સદંતર મુક્તિ ક્યારે મળશે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમા સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે વારંવાર વેપારીઓનું ધ્યાન દોરવા છતાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થતું નથી કયા કારણોસર બંધ થતું નથી તે એક પેચીદો પ્રશ્ન દિવસેને દિવસે બનતો જાય છે કોની રહેમ નજર હેઠળ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાઈ રહ્યો છે એ સૌ કોઈ જાણી રહ્યા છે તેમ છતાં મૌન સેવાઈ રહ્યું છે પરંતુ તંત્રની નજર હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાઈ રહ્યું છે એ સત્યને સત્ય છે તેનાથી અધિકારીઓ વાકેફ હોવા છતાં બંધ કરાવવાની તસ્દી ક્યારે લેશે અબોલા પશુઓના ઘણી વખત જીવ ગુમાવવાની નોબત પણ આવે છે તેમ છતાં આ વહીવટી અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા ફેક્ટરીઓ વાળા ફળ્યા ફુલ્લા રહેતા હોય તેવુ હાલ દેખાઈ રહ્યુ છે