ખોરાક અને ઔષધ નિયમન કચેરી પાટણની કામગીરી ને ભારત સરકારે સરાહનીય લેખાવી એવોર્ડ એનાયત કર્યો..
પાટણ કચેરીની કામગીરીએ ગુજરાતને ભારતમાં બીજો નંબર અપાવ્યો..
જિલ્લા કલેકટર દ્વારા કચેરી નાં ક્લાસ વન અધીકારી વિપુલભાઈ ચૌધરી ને એવોર્ડ આપી સન્માનિત કયૉ..
ભારત સરકાર દ્વારા પાટણ જિલ્લા નાં ત્રણ મંદિરો ને ભોગ સર્ટીફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા..
પાટણ તા.૧૩
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણને ગુજરાત કક્ષાએ ઉત્તમ કામગીરી કરવા બદલ ભારત સરકાર દ્વારા બીજો રેન્ક પ્રાપ્ત થતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણના ક્લાસ વન અધિકારી વિપુલભાઈ ચૌધરીનું પાટણ જિલ્લા કલેકટર દ્વારા એફ એસ એસ એ આઈ ન્યુ દિલ્હી નો એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન કચેરીના ક્લાસ વન અધિકારી વિપુલભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા લોકો નાં આરોગ્ય સાથે ચેડા કરતાં અને ખાદ્ય સામગ્રી માં ભેળસેળ કરતા વેપારીઓને ત્યાં ઓચિંતી રેડો કરી સારી કામગીરી કરવામાં આવી હોય જેની નોંધ ગુજરાત સરકાર સહિત ભારત સરકારે લઈ પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરી ને F.S.S.A.I
New Delhi નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી છે સાથે સાથે ભારત સરકાર દ્વારા પાટણ જિલ્લા નાં ત્રણ મંદિરો જેમાં ચુડેલ માતા મંદિર કુણઘેર,૧૦૮ પાશ્વનાથ મંદિર શંખેશ્વર અને પાવૅશ્વરી મંદિર શંખેશ્વર ને ભોગ સર્ટીફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારત સરકાર દ્વારા પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરી ને પ્રાપ્ત થયેલ ઉપરોક્ત એવોર્ડ ગતરોજ પાટણ ખાતે જિલ્લા કલેક્ટર નાં અધ્યક્ષ સ્થાને મળેલી ડીએલએસી ની મીટીંગ દરમ્યાન ખોરાક અને ઔષધ નિયમન કચેરી પાટણના ક્લાસ વન અધિકારી વિપુલભાઈ ચૌધરી ને જિલ્લા કલેકટર સુપ્રિતસિઘ ગુલાટી દ્વારા અપૅણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એ પ્રસંસનિય કામગીરી કરી ગુજરાત ને બીજો નંબર અપાવવા બદલ વિપુલભાઈ ચૌધરી સહિત સમગ્ર ટીમને જિલ્લા કલેકટર સહિતના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.