બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ ફેસબુક પર વીડિયો બનાવી અભદ્ર ટીપ્પણી કરનાર સુરતના શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને લઈ ફેસબુક પર અજાણી વ્યકિત દ્વારા અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી. જે મામલે બનાસકાંઠા સાયબરક્રાઈમ દ્વારા વીડિયો જે એકાઉન્ટ પરથી અપલોડ કરાયો હતો તેની માહિતી શોધી જે વ્યકિત સુધી પહોંચી હતી.

 સુરતમાં રહેતા કનુભાઈ રામભાઈ ગોહિલ નામના વ્યકિત દ્વારા આ ટીપ્પણી કરાઈ હોવાનું સામે આવતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.