રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે એક પછી એક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે ગરીબોને ફ્રી માં અનાજ આપવાનું હોય ગરીબોને

ઘરનું ઘર ઉપરાંત હવે ગ્રામ્ય વિસ્તારો ની અંદર ગરીબ પરિવારો કે જેમની પાસે વાળી અથવા તો કોઈ હોલ રાખવાના પૈસા નથી તેવા પરિવારો તેમનો લગ્નનો પ્રસંગ હોય અથવા તો મોતનો પ્રસંગ હોય તે ફ્રી માં ઉજવી શકે તે માટે ડીસા વિધાનસભા ક્ષેત્રમાં 10 ગામોમાં 5100 ફૂટ જગ્યા ની અંદર એક વિશાળ શેડ બનાવવામાં આવશે જેમાં સ્ટેજ ટોયલેટ બાથરૂમ રસોડું બેઠક વ્યવસ્થા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે

ડીસા વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા 10 ગામોમાં લાખો રૂપિયાના ખર્ચે 5100 ફૂટ જગ્યા ની અંદર શેડ બનાવવામાં આવશે આ શેડમાં ગરીબ પરિવારના લોકો તેમનો લગ્ન અથવા તો મોતનો પ્રસંગ ફ્રી માં કરી શકશે ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા ડીસા તાલુકાના ભડથ ઝેરડા ટેટોડા શેરપુરા લક્ષ્મીપુરા યાવરપુરા માલગઢ ગેનાજી ગોળીયા વાસણા ગોળીયા અને જુનાડીસા આ ગામોમાં ટૂંક સમયમાં 5100 ફૂટની જગ્યામાં શેડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે જેમાં સ્ટેજ ટોયલેટ બાથરૂમ અને રસોડું બનાવવામાં આવશે આ શેડમાં ગામનો નાનામાં નાનો વ્યક્તિ મંડપ અને વાડી અથવા તો હોલના ખર્ચ વગર ફ્રીમાં પોતાનો લગ્ન પ્રસંગ અથવા તો મરણ પ્રસંગ તેમજ ધાર્મિક પ્રસંગ કરી શકશે આ સેડ બનવાથી ગરીબ પરિવારના લોકોને ખૂબ જ ફાયદો થશે

બોક્સ

દર વર્ષે 10 ગામોમાં આવા શેડ બનાવવામાં આવશે

ડીસા વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા હાલમાં પ્રથમ તબક્કામાં 10 ગામોમાં 5100 ફૂટની જગ્યા ની અંદર શેડ બનાવવામાં આવશે જેમાં બેઠક વ્યવસ્થા ની સાથે રસોડું ટોયલેટ બાથરૂમ અને સ્ટેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને દર વર્ષે દિશા વિધાનસભાના જુદા જુદા 10-10 ગામોમાં આ શેડ બનાવવામાં આવશે