ખેડા જિલ્લામા તા. 27 થી 29 જૂન સુધી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે

(અહેવાલ તસ્વીર સંજય ચુનારા ખેડા)

ખેડા જિલ્લામાં આંગણવાડી, બાલ વાટીકા, ધો-1, ધો-9 અને ધો-11ના કુમાર અને કન્યા મળીને કુલ 79,333 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશાત્સવ યોજાશે

જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

ખેડા જિલ્લાની કુલ 2,096 કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે

         જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. 

         જિલ્લા કલેક્ટરશ્રીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉત્સાહપુર્વક જોડાઈ સંબધિત અધિકારીઓને બાળકોને પ્રોત્સાહન પુરુ પાડવા જણાવ્યું હતું. વધુમાં, તેઓએ અધિકારીઓને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જે ગામોમાં ફરજ સોંપવામાં આવે ત્યાં જઈ ત્યાંના માળખાગત વિકાસ અંગેના પ્રશ્નો અને મુશ્કેલીઓ વિશે પણ માહિતી મેળવવા જણાવ્યું હતુ. 

         પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પરેશ વાધેલાના જણાવ્યા અનુસાર ખેડા જિલ્લામાં તા. 27 થી 29 જૂન સુધી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ 107 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. 

         જિલ્લાની કુલ 1370 પ્રાથમિક શાળાઓમાંથી 756 શાળાઓમાં પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓઓની ઉપસ્થિતિમાં પ્રવેશાત્સવ કાર્યક્રમ યોજાશે. ઉપરાંત કુલ 614 શાળાઓમાં શાળા કક્ષાએ પ્રવેશાત્સવ કાર્યક્રમ યોજાશે. 

         વધુમાં, કુલ 286 સરકારી, ગ્રાન્ટેડ-માધ્યમિક,ઉ.માધ્યમિક શાળાઓમાંથી 213 શાળાઓમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. અન્ય 73 શાળાઓમાં શાળા કક્ષાએ પ્રવેશોત્સવનું આયોજન છે.  

         શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં આંગણવાડી, બાલ વાટીકા, ધો-1, ધો-9 અને ધો-11ના કુમાર અને કન્યા મળીને કુલ 79,333 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશાત્સવ કરાવવામાં આવશે. વધુમાં, 2021-22 થી લઈ 2024-25 સુધીમાં ધો-1 માં પ્રવેશ મેળવેલ હોય અને હાલ ક્રમશ ધો-4,3,2,1 માં અભ્યાસ કરતી હોય એવી ખેડા જિલ્લાની કુલ 2,096 કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે.

         આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી ભરત જોષી, જિલ્લા વન સંરક્ષકશ્રી અભિષેક સામરીયા, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંબધિત વિભાગનાં ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.