એ.સી.બી. સફળ ટ્રેપ 

ફરીયાદીઃ– એક જાગૃત નાગરીક

આરોપી:- (૧) નરેશભાઈ જાની, હોદ્દો- મદદનીશ નિયામક, ફ્લાઈંગ સ્કોડ, સુરત (ખાણ-ખનીજ વિભાગ), વર્ગ-૧

    (૨) કપીલભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ, પ્રજાજન રહે.૪૧, સંસ્કાર વિલા સોસાયટી, સરથાણા, જકાતનાકા, સુરત.

ગુન્હો બન્યા તા:- ૧૧/૦૬/૨૦૨૪

લાંચની માંગણીની રકમ:- રૂ.૨,૦૦,૦૦૦/- 

લાંચ સ્વીકારેલ રકમ:- રૂ.૨,૦૦,૦૦૦/- 

રીકવર કરેલ રકમઃ- રૂ.૨,૦૦,૦૦૦/- 

બનાવનું સ્થળઃ– મહાદેવ કાર્ટીગ, ગુજરાત એન્ટર પ્રાઈઝ, યોગી ચોક, બી.આર.ટી.એસ. રોડ, જુના સિમાડા રોડ, સુરત.

ટુંક વિગતઃ- આ કામના ફરીયાદીએ મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહિ કરવા સારૂ ખનીજ વિભાગનાં ફ્લાઈંગ સ્કોડનાં અધિકારી આરોપી નં.-૧ તથા આરોપી નં.-૨ નાઓએ ફરીયાદી પાસે રૂ.૨,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી બાબતે હેતુલક્ષી વાતચીત કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, એ.સી.બી. નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચનાં છટકા દરમિયાન આરોપી નં.-૨ નાઓએ ઉપરોક્ત સ્થળ પર લાંચનાં નાણાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા બાબત.  

નોધઃ- ઉપરોક્ત આરોપી નં.-૨ ને ડિટેઇન કરી આગળની કાર્યવાહી કરેલ છે. આરોપી નં.-૧ નાઓ બાબતે તપાસ ચાલુ છે, હાલ સુધી મળી આવેલ નથી. 

 

ટ્રેપીંગ અધિકારી:- શ્રીમતી એ.કે.ચૌહાણ,પો.ઇન્સ. એ.સી.બી., ફિલ્ડ-૧, ગુ.રા., અમદાવાદ તથા ટીમ.

મદદમાં:- શ્રી ડી.બી.મહેતા, પો.ઇન્સ. એ.સી.બી., ફિલ્ડ-૩, ગુ.રા., અમદાવાદ તથા ટીમ.

સુપરવિઝન અધિકારી:- 

શ્રી જી.વી.પઢેરીયા, 

મદદનીશ નિયામક, ફિલ્ડ-૧, 

એ.સી.બી., ગુ.રા., અમદાવાદ