મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો. કલમઃ-૩૦૭ વિગેરે તથા હથિયારધારાનાં કેસોમાં નાસતાં-ફરતાં આરોપી અર્જુન લાલાભાઇ ચૌહાણ રહે.ઇન્દિરાનગર,આખલોલ જકાતનાકા પાસે,ભાવનગરવાળો આછા બદામી જેવા કલરનું ટીશર્ટ તથા ભુરા કલરનું લોઅર ટ્રેક પહેરીને ભાવનગર,કુંભારવાડા-નારી રોડ ઉપર આવેલ ખોડિયાર માતાનાં મંદિર પાસે રોડ ઉપર તેનાં નેફામાં પિસ્ટલ રાખી ઉભો છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં *અર્જુન લાલાભાઇ ચૌહાણ/ભરવાડ ઉ.વ.૨૬ ધંધો-ડ્રાયવીંગ રહે.સરકારી સ્કુલ સામે,ઇન્દિરાનગર, આખલોલ જકાતનાકા પાસે, ભાવનગર* વાળો હાજર મળી આવેલ.તેનાં લોઅર ટ્રેકનાં કમરના ભાગે નેફામાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી પ્લાસ્ટીકનાં હાથામાં બંને બાજુ સોનેરી સ્ટાર લગાડેલ બે-બે સ્ક્રુથી ફિટ કરેલ બેરલની લંબાઇ-૧૮ સે.મી તથા હાથાની લંબાઇ-૯ સે.મી. તથા *ચાલુ હાલતની પિસ્ટલ કિ.રૂ.૫,૦૦૦/- તથા 7.65 KF લખેલ જીવતાં કાર્ટીસ નંગ-૦૩ કિ.રૂ.૩૦૦/- તથા વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી કુલ રૂ.૧૫,૩૦૦/-નો મુદ્દામાલ* તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ પિસ્ટલ તથા કાર્ટીસ તે એકાદ વર્ષ પહેલાં અનિરૂધ્ધ ઉર્ફે અનુ મલિક રહે.ભૌરા કલાન અથવા બહાવરી જી.મુઝફરનગર યુ.પી.વાળા પાસેથી લઇ આવેલ હોવાનું જણાવેલ.જે અંગે તેઓ વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની વધુ કાર્યવાહી થવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.