ઝાયડસ હોસ્પીટલમાં ૨ વર્ષની બાળકીનું કિડનીની ગાંઠ 'wilm's tumour' નું સફળ ઓપરેશન. ( રાજ કાપડિયા 9879106469 વિનામૂલ્ય સમાચાર અને જાહેરાત આવવા માટે સંપર્ક કરો )

મળતી માહિતી અનુસાર દાહોદ જીલાના ગરબાડા તાલુકાના આંતરીયાળ વિસ્તારમાં રહેતા 2 વર્ષની બાળકીને લાંબા સમયથી પેટમાં મોટી ગાંઠની તકલીફ હતી. જેના માટે દર્દીના માતા- પિતાએ ઝાયડસ હોસ્પિટલમાં સર્જીકલ વિભાગમાં બતાવ્યુ હતું. દર્દી ને દાખલ કરીને બધી તપાસ કરાવતા માલૂમ પડયુ કે બાળકીને પેટમાં જમણી કિડનીની મોટી ગાંઠ છે. જેની સાઇઝ અંદાજીત ૧૨x ૧૦cm જેટલી મોટી હતી. બધા રીપોર્ટસ કરાવતા માલુમ પડ્યું કે આ ગાંઠ એ કિડની ના કેન્સરની ગાંઠ છે. જે અત્યંત જોખમી ગણાય છે. મેડિકલ ભાષામા તેને wilm's Tumour (વિલ્મસ ટ્યુમર ) કહેવામા આવે છે. જે એક પ્રકાર ની કિડની ના કેન્સરની જોખમી ગાંઠ છે. અને એનું ઓપરેસન અત્યંત જોખમવાળું હોય છે. આમ છતાં ઝાયડસ હોસ્પીટલમાં તેનું સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન કરીને બાળકીના પેટમાંથી ૧૨×૧૦cm size અને અંદાજીત 2KG ની કિડની બહાર કાઢવામાં આવી હતી જેને મેડિકલ ભાષામાં ( open nephrectomy) કહેવામા આવે છે. આ ઓપરેશનમાં ઝાયડસ હોસ્પીટલના સર્જરી વિભાગની ટીમ ડોક્ટર મધુકર વાઘ, ડોક્ટર કમલેશ ગોહિલ, ડોક્ટર રાહુલ પરમાર તથા એનેસ્થેટીક ડોક્ટર શૈલેષ પટેલ અને ટીમ તથા પીડિયાટ્રીક્સ વિભાગનો સફળ ફાળો રહ્યો છે. સર્જરી વિભાગના વડા ડોક્ટર શૈલેષ રાઠોડ જણાયું હતું કે wilm's Tumour કે કેન્સર ની ગાંઠ ૫ વર્ષ થી નાના બાળકો માં કીડની માં જોવા મળતી જેરી (cancer) ગાંઠ છે. જે ભાગ્યેજ જોવા મળે છે. તેનું ઓપરેશન ખુબજ ગંભીર અને જટિલ હોય છે.