શ્રીજી હેલ્પ સેન્ટર દ્વારા વાગડમાં ગૌ સેવા માટે કામ કરતી સંસ્થા ટીમ વાગડ ની મુલાકાત લીધી.       

ટીમ વાગડ દ્વારા હાલમાં ગાયોમાં આવી પડેલ લમ્પી નામની ભયંકર બીમારી થી ગાયોને બચાવવા આખા વાગડમાં ગૌ બચાવ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે સામખિયાળી અને આધોઈ માં આઇસોલેસન સેન્ટર ઊભા કરવામાં આવેલ છે જ્યાં બીમાર ગાયોની સારવાર કરવામાં આવે છે જેમાં સરકારી ડોકટરની ટીમ તેમજ ટીમ વાગડના ડોક્ટર્સ ની ટીમ સેવા આપી રહેલ છે તેમજ જ્યાં પણ ગાયો બીમાર હોય ત્યાં જઈને પણ નિશુલ્ક સેવા આપે છે ટીમ વાગડના ચેરમેન શ્રી લક્ષ્મીચંદ ચરલા સેલા 25 દિવસ થી મુંબઈ નો કારોબાર છોડી ગૌ સેવા માટે રાત દિવસ જોયા વગર વાગડમાં સેવા આપી રહ્યા છે સાથે ટ્રસ્ટીઓ અને દાતા પરિવારો નો પૂરો સહયોગ તેમને મળી રહે છે શ્રીજી હેલ્પ સેન્ટર ના ફાઉન્ડર મોહન મેરિયા દ્વારા તેમના આઈસોલેસન સેન્ટરની મુલાકાત લીધી અને જોયું કે ખરેખર અહી નિસ્વાર્થ-ભાવે આ સેવા ચાલી રહેલ છે અહીં ગાયોની ખૂબ સારી સેવા થઈ રહી છે ગાયો માટે સારામાં સારી દવા વાપરવામાં આવે છે ગાયો માટે બાટલા ચડાવવા ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે સાથે પૂરતા પ્રમાણમાં લીલો ઘાસચારો પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે વધુ માં વધુ ગાયોની સારવાર થઈ શકે તેના માટે પૂરતા પ્રયાસો ચાલુ છે અને જલ્દી થી કઈ રીતે આ બીમારીને નાબૂદ કરી શકાય એના માટે અનેક સંસ્થાઓ અને સરકારશ્રી પણ પૂરતા પ્રયાસો કરી રહ્યા છે આ મુલાકાત દરમ્યાન ટીમ વાગડના ચેરમેન લક્ષ્મીચંદ ચરલા, ટ્રસ્ટીશ્રી ભીમશિભાઈ છત્રા, તથા ટીમ વાગડના સહયોગીઓ શ્રીધરમશિભાઈ, તથા મહેશભાઈ શાહ, અને નિસ્વાર્થ સેવા આપતી ટીમ વાગડના પૂરી ટીમ ઉપસ્થિત રહેલ...