દાહોદ જીલ્લામાં ગેસ એજન્સી ધ્વારા તમામ એલ.પી.જી. ગ્રાહકોને E-KYC બાયોમેટ્રિક અને સુરક્ષા ચકાસણી કરાવવા તાકીદ રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો 

દાહોદ : દાહોદ જીલ્લામાં પેટ્રોલીયમ મંત્રાલય અને તેલ કંપનીઓ ઘ્વારા કંપનીના તમામ વિતરકોને આપવામા આવેલ આદેશ અનુસાર તમામ ઘરેલુ એલપીજી ગ્રાહકોની e-KYC બાયોમેટ્રીક ચકાસણી કરાવવી ફરજીયાત કરવામાં આવી છે.

પેટ્રોલીયમ મંત્રાલય અને તેલ કંપનીઓ ધ્વારા તેના દિશા નિર્દેશ નવેમ્બર માસમાં જાહેર કરવામાં આવેલ હતા. પરંતુ અત્યાર સુધીમાં વધુ પડતા ગ્રાહકોએ તેમનું ઈ-કેવાયસી બાયોમેટ્રિક ચકાસણી કરાવેલ નથી. તેલ કંપનીઓ ઘ્વારા તમામ વિતરકોને ઝડપથી તેમના તમામ ઘરેલુ ગ્રાહકોની ઈ-કેવાયસી બાયોમેટ્રીક ચકાસણી પુરી કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે. તેનો મુખ્ય હેતુ તમામ ઘરેલુ ગ્રાહકોની ઈ-કેવાયસી બાયોમેટ્રીક ચકાસણી કરીને કેટલા ગ્રાહક મૃત્યુ પામ્યા છે કે કેટલા બહારગામ ગયા છે તે જાણી ભવિષ્યમાં સબસીડી માટેના આયોજનનો છે. 

દાહોદ જીલ્લામાં ઈ-કેવાયસી બાયોમેટ્રીક ચકાસણી કરાવવા માટે ગ્રાહકો તેમના એલપીજી એજન્સી ઓફિસ પર જઈ શકે છે અથવા તેમના ઘરે એલપીજી સીલીન્ડર પહોચાડવા માટે આવતા ડીલીવરી મેનને e-KYC બાયોમેટ્રીક ચકાસણી માટે વિનંતી કરી શકે છે. આ માટે તે વ્યકિત કે જેના નામે કનેકશન છે તેની હાજરી ફરજીયાત છે. આ અંગે એલ.પી.જી. વિતરકોએ જણાવેલ છે કે, તમામ ગ્રાહકોએ તેમનુ e-KYC કરાવી લેવું જોઈએ. આ ઉપરાંત દાહોદ જીલ્લામાં બધા એલ.પી.જી. કનેકશનની સુરક્ષા ચકાસણી કરાવવી પણ ફરજીયાત છે. જે ગ્રાહક ઘરે એલ.પી.જી. સીલીન્ડર પહોચાડવા આવતા ડિલીવરી મેન અથવા ગ્રાહકના એલ.પી.જી. ઘ્વારા અધિકૃત વ્યકિત ઘ્વારા કરવામાં આવશે. આ માટે પણ તમામ તેલ કંપનીઓ ધ્વારા ઓનલાઈન સીસ્ટમ બનાવવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, દાહોદ વિસ્તારના અંતરિયાળ ગામોમાં અનેક ગ્રાહકો પાસે ગેસ કનેકશન હોવા છતા તેઓએ કેવાયસી કરાવેલ નથી. જિલ્લા પુરવઠા અધિકારી, દાહોદ દ્વારા સૌ ગ્રાહકોને કે.વાય.સી. કરવા માટેની ખાસ અપીલ કરવામાં આવી છે.