પાલનપુરમાં પતિ-પત્નીએ ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલું કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મૃતક મુકેશભાઇ સેન્ટિંગનું કામ કરતા હતા. જેમણે એક વ્યક્તિનું સેન્ટિંગનું કામ કર્યું હતું જેમાં તેમને અડધા પૈસા લેવાના બાકી હતા. જે વ્યક્તિ મુકેશભાઇને પૈસા ન આપતો હોવાથી મુકેશભાઇએ મજૂર અદાલતમાં દાવો કર્યો હતો. જોકે, ધાકધમકી મળતાં આજે તેમણે ચિઠ્ઠી લખીને પત્ની સાથે ઝેરી દવા ગટગટાવી હતી. જેમાં તેમની પત્ની રેખાબેનનું મોત થયું હતું. તો મુકેશભાઇનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. પરિવારના આક્ષેપ મુજબ પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે, મુકેશભાઇએ ચિઠ્ઠીમાં શું લખ્યું એ જાણી શકાયું નથી.

આ અંગે મૃતક મુકેશભાઇના પુત્ર જણાવ્યું હતું કે, મારા પિતાએ અમને ફોઇના ઘરે મુકીને તેમનો કોર્ટ કેસ ચાલતો હતો ત્યાં ગયા હતા. જે બાદ આજે સવારે અમને ખબર નથી પડી કે, મમ્મી પપ્પાએ આ પગલું ભરી લીધું છે. અમારે પૈસાની તકલીફ હતી અને એક જગ્યાએ કામ કર્યુ હતુ તેના પૈસા લેવાના હતા, પરંતુ તે આપતા ન હતા અને ધાકધમકી આપતો હતો. પાલનપુરના ડોક્ટર અશોકભાઇ લાલાભાઇ પરમારને ત્યાં તેમણે કામ કર્યુ હતુ પરંતુ રૂપિયા આપતા ન હતા.

આ અંગે મૃતક રેખાબેનના ભાઇ પ્રવિણભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, ગઈકાલે મારા બનેવી મુકેશભાઈનો ફોન આવ્યો હતો. જેમણે જણાવ્યું હતું કે મારે એક કેસ કરવાનો છે તમે મારી જોડે આવો, એટલે હું તેમની જોડે ગયો હતો. એમને કોઇક ડોક્ટર ત્યાં સેન્ટિંગનુ કામ રાખેલું છેં 50 ટકા પૈસા આપેલા છેં અને 50 ટકા બાકી છેં. જેમને ત્યાં સેન્ટિંગનું કામ રાખ્યું હતું એ મકાન માલિક મજુર અદાલતમાં આવ્યા હતા. જ્યાં તેમણે નીચે બગીચામાં મારી સામે ધાકધમકી આપી હતી કે તારાથી જે થાઈ એ કરી લેવું એક પણ રૂપિયો આપવાનો નથી. ઉપર ગયા પછી જજ મેડમ હતા નહીં એટલે બીજી તારીખ આપવા માટે કહ્યું હતું એ પછી અમે છુટા થયા અને પછી મુકેશભાઈ આ પગલું ભર્યું.