પાલનપુર માં ટ્રેનની હડફેટે આવતા મહિલાનું મોત, પોલીસે મૃતદેહ કબજે લઈ તપાસ હાથ ધરી..

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માં ટ્રેન ની અડફેટે મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે, પાલનપુર રેલવે બ્રિજ નજીક ટ્રેનની અફડેટે આવતા ઘટના બની હતી, મૃતક મહિલા પાલનપુર ના લક્ષ્મીપુરાની હોવાનું પ્રાથમિક અનુમાન છે, મહિલા ટ્રેન નીચે આવી જતા લોકોના ટોળેટોળાં એકઠા થયાં હતા, સ્થાનિકો દ્વારા બનાવની જાણ પોલીસ ને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલા ના મૃતદેહ ને પીએમ અર્થે પાલનપુર સિવિલમાં ખસેડી સમગ્ર ઘટના અંગે આગળની તપાસ હાથધરી હતી..