સ્વ સુથાર પ્રદીપભાઈ હેમજીભાઈ ની ત્રીજી પુણ્ય તિથિ નિમિત્તે તેમના નાના ભાઈ શ્રી કિરણભાઈ સુથાર (psi) દ્વારા થરાદ ખાતે આવેલ એ. પી. એમ. સી. માર્કેટયા્ડ માં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ કેમ્પ નો ઉદ્દેશ્ય માત્ર એકજ કે સરહદી વિસ્તારમાં રહેતા લોકો ને બ્લડ માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે એ મુશ્કેલી ન વેઠવી પડે એ માટે અને ખાસ તો ડિલિવરી સમય બ્લડ ની જરુર પડતી હોય છે ત્યારે આ મુશ્કેલી ન પડે એવા સારા વિચારો સાથે આ સુથાર પરિવાર દ્વારા આ પ્રયાસ સતત ત્રણ વર્ષ થી પોતાના મોટા ભાઈ સ્વ પ્રદીપભાઈ ની આત્મા ને શાંતિ મળે એ હેતુ થી આ કાર્ય કરી રહ્યા છે સામાજિક કાર્ય હોય કે પછી લોક હિત નું કાર્ય હોય સ્વ પ્રદીપભાઈ પોતાની નાની ઉંમર મા થરાદ ખાતે બહુ મોટી નામના મેળવી હતી પણ વિધિ ના વિધાન આગળ કોઈ નું કંઈ ચાલતું નથી બહુ નાની ઉંમર મા અણધારી વિદાય સુથાર સમાજ માટે બહુ મોટી ખોટ સમાન બની રહી છે એમના દ્વારા સતત લોકહિત ના કાર્યો ને એમના નાના ભાઈ શ્રી કિરણભાઈ સુથાર દ્વારા જીવંત રાખવામાં આવ્યા છે ત્યારે આજે સમાજ ના વડીલો તેમજ સગાસંબંધી મિત્રવર્તુળ તેમજ કિરણભાઈ દ્વારા આજે થરાદ ખાતે પ્રદીપભાઈની ત્રીજી પુણ્ય તિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 થી પણ વધારે બોટલ ડોનેટ કરવા મા આવી હતી આ તમામ દાતાઓનું બનાસકાંઠા જિલ્લાના સંસદ પરબતભાઈ પટેલ,રાજપુત સમાજના પ્રમુખ ડીડી રાજપુત, બનાસબેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ,પાલિકાના પુર્વપ્રમુખ પથુભાઈ રાજપુત, દશનામ ગૌસ્વામી સમાજના યુવાપ્રમુખ ગુલાબગીરી અતિત સેક્રેટરી ભેમજીભાઈ પટેલ સહિત આગેવાનો દ્વારા હનુમાનજી નો ફોટો અને સન્માનપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
25 साल पुराने मामले में एसीबी कोर्ट का फैसला, कार्यालय सहायक को 3 साल के कारावास की सजा और 2.30 लाख का लगाया जुर्माना
सरकारी राशि का गबन करने के करीब 25 साल पुराने मामले में एसीबी कोर्ट ने आरोपी को सजा सुनाई है।...
સમસ્ત ગોપાલક-ભરવાડ સમાજ આયોજિત થરા સમૈયોમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
સમસ્ત ગોપાલક-ભરવાડ સમાજ આયોજિત થરા સમૈયોમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ભવનાથ તળેટી ખાતે પવિત્ર વિસર્જનકુંડમાં 600 થી વધારે ગણપતિજી ની મૂર્તિ નું વિસર્જન કરાયું.
ભવનાથ તળેટી ખાતે પવિત્ર વિસર્જનકુંડમાં 600 થી વધારે ગણપતિજી ની મૂર્તિ નું વિસર્જન કરાયું.