ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે અનુમાન કર્યુ કે, રાત્રે લઘુતમ તાપમાન 20 થી 22 ડિગ્રી આસપાસ રહેશે. ગત રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે. આવતા સપ્તાહથી ઠંડીનું જોર વધશે. જોકે ખરી ઠંડી તો ડિસેમ્બર મહિનામાં પડશે. ઉત્તર ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા બાદ ગુજરાતમાં ખરી ઠંડીનો અહેસાસ થવા લાગશે.