ડીસા શહેર દક્ષિણ પોલીસે ચોરીની સોનાની બંગડી સાથે ડીસાના સોની બજારમાં ફરતા એક શખ્સને શુક્રવારે ઝડપી લીધો છે. જે શખસ ધાનેરાથી ચોરી કરી ડીસા વેચવા આવ્યો હતો.
ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા શુક્રવારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સોની બજાર તરફ લેખરાજ ચાર રસ્તા પાસે એક શંકાસ્પદ શખ્સને પોલીસે પકડી પૂછપરછ કરતા તે સોનાની બંગડીઓ વેચવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની અંગ ઝડપી કરતા પેન્ટના ખીસ્સામાંથી સોનાની બંગડી મળી આવી હતી.
પોલીસે 12.520 ગ્રામ કિંમત રૂપિયા 83 હજારની સોનાની બંગડી જપ્ત કરી ભરત ઉર્ફે ભડો માધાભાઈ લુહાર (રહે.વેલુનગર, ડીસા) ની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ધાનેરા બજારમાંથી ચોરી કરીને ડીસા વેચવા આવ્યો હતો. આ શખ્સ અન્ય ચોરીમાં પણ સંડોવાયેલો હોઈ શકે છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.