મહુધા તાલુકાના વડથલ ની સરકારી આંગણવાડી મા ચોરી
મહુધા તાલુકાના વડથલ ખાતે આવેલી સરદાર પોળ 103 નંબર ની આગણવાળી જે પ્રાથમિક શાળા પાસે આવેલી છે તેમાં ગત રાત્રી દરમિયાન ચોરો એ હાથ ફેરો કરી આંગણવાડી માંથી ભારત કંપની ની ગેસ ની બોટલ ની ચોરી કરી ફરાર થયા હતા
થોડા સમય પેહલા પ્રાથમિક શાળા મા ચોરી થયા બાદ આ ચોરી નો બીજો બનાવ બનવા પામ્યો છે .આંગણવાડી કર્મી દ્વારા મહુધા પોલિસ સ્ટેશન ને જાણ કરતા મહુધા પોલિસ દ્વારા આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે .
રિપોટર ઇરફાન મલેક