પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે રસોડાની લોખંડની જારી તોડી ઘરમાં પ્રવેશી ૩,૫૦,૮૯૦/- રૂપિયાના સોના ચાંદીના ઘરેણા ની થયેલી ચોરી 

             પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે રસોડાની લોખંડની જારી તોડી અંદર પ્રવેશી વચ્ચેના રૂમમાં મુકેલ તિજોરીઓમાંથી ૩,૪૩,૮૯૦/- ના સોના ચાંદીના ઘરેણા તેમજ ૭૦૦૦/- રૂપિયા રોકડા મળી કુલ ૩,૫૦,૮૯૦/- ની ચોરી થવા પામી છે. 

              પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે ટેકરી ફળિયામાં રહેતા, કોહીવાવ આશ્રમશાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિવરાજભાઈ રાઠવા ચૂંટણી કામગીરીમાં ગયા હોય મોડું થવાના કારણે બોડેલી મુકામે રોકાયા હતા. શિવરાજભાઈ નો પુત્ર ગુંજનસિંહ રાઠવા તથા તેમની પત્ની મનીષાબેન રાઠવા ઘરે એકલા જ હતા. ૭ મે ના રાત્રિના ૧૧ વાગે જમી પરવારી આગળના રૂમમાં બંને પતિ પત્ની સૂઈ ગયા હતા. સવારે ૭:૩૦ વાગ્યાના અરસામાં ગુંજનસિંહ રાઠવા જાગતા જોયું હતું કે વચ્ચેના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. તેથી તેઓ ઘરની પાછળના ભાગે ગયેલ ત્યારે રસોડાની બારીની લોખંડની જારી તોડી નાખેલ હતી અને તેમાં માણસ પ્રવેશી શકે તેવી જગ્યા કરેલ હતી તેમજ તેની બાજુમાં આવેલ દરવાજાનો નકુચો તોડી નાખેલ હતો ગુંજનસિંહ અંદર પ્રવેશ કરીને વચ્ચેના રૂમમાં જતા વચ્ચેના રૂમમાં મુકેલ ત્રણેય તિજોરીઓ ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. તેમજ સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો જે જોઈ ગુંજનસિંહ સ્વાભાવિક રીતે જ ગભરાઈ ગયા હતા આ બાબતે તેમના સંબંધીઓ તેમજ પોલીસને જાણ કરતા, પોલીસ આવતા તિજોરીઓમાં મુકેલ સોના ચાંદીના ઘરેણાંની તપાસ કરતા તિજોરીના ડ્રોવરમા મુકેલા (૧) સોનાનો સેટ નંગ-૧ જેનુ વજન ૩૧ ગ્રામ આ શરે કિ રૂ.૧,૭૬,૦૦૦/- તથા (૨)સોનાનુ લોકેટ નંગ-૧ જેની વજન ૧૮ ગ્રામ આશરે કિ રૂ.૯૭,૮૯૦/- તથા (૩)સોના નુ પેન્ડલ નંગ-૦૧ આશરે ૫ ગ્રામ જેની આશરે કિ રૂ.૫,૦૦૦/- તથા (૪)સોનાની વીટી નંગ-૦૧ આશરે ૫ ગ્રામ જેની આશરે કિ રૂ. ૫૦૦૦/- તથા (૫)કાનમા પેરવાની નાની સોનાની ચેન નંગ-૦૨ આશરે ૫ ગ્રામ જેની આશરે કિ.રૂ.૫૦૦૦/ તથા (૬)કાનમા પેરવાની સોનાની કડી નંગ-૦૨ આશરે ૫ ગ્રામ જેની આશરે કિ રૂ.૫૦૦૦/- તથા (૭)પગમાં પહેરવા ની ચાંદીની પાયલ નંગ-૦૨ જેની આશરે કિ રૂ.૧૮,૦૦૦/- તથા (૭)પગમા પેરવાના ચાંદીના છડા નંગ-૨ જેની આશરે કિ રૂ.૧૫૦૦૦/- તથા (૮)ચાંદીની લક્કી નંગ-૦૧ જેની આશરે કિ રૂ.૧૦,૦૦૦/- તથા (૯)ચાંદીનો કંદોરો નંગ-૦૧ જેની આશરે કિ રૂ. ૫૦૦૦/-તથા (૧૦)પગમા પેરવાની ચાંદીની અંગુઠી (જોડવા) નંગ-૦૨ જેની આશરે કિ રૂ.૨૦૦૦/- મળી કુલ કિંમત રૂ. ૩,૪૩,૮૯૦/- તેમજ તિજોરી ના ડ્રોવર માં મુકેલા રોકડા રૂપિયા ૭૦૦૦/- મળી કુલ ૩,૫૦,૮૯૦/- ની ચોરી થઈ જવા પામી છે. આ અંગે પાવીજેતપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

સામાન્ય રીતે ચોરીઓ શહેરમાં તેમજ નગરમાં જ થતી હતી. પરંતુ હવે ગામડાઓ પણ સુરક્ષિત રહ્યા નથી. એક સમયે એવો હતો કે ગામડાઓમાં વૃક્ષ નીચે ખાટલો ઢાળી મકાનના દરવાજા ખુલા રાખી રાતે સુઈ જવાતું હતું પરંતુ હવે ગામડાઓમાં પણ બંધ દરવાજાના નકુચાઓ તોડી ઘરમાં પ્રવેશી ચોરી થતા લોકોમાં ગભરાટની લાગણી જોવા મળી રહે છે.