ખંભાત નગરપાલિકા દ્વારા ત્રણ બત્તી વિસ્તારથી લઈને સરદાર ટાવર શાકમાર્કેટ વિસ્તાર સુધીમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી.જેમાં દબાણમાં આવતા લારી-ગલ્લાઓ ચલાવતા નાના વર્ગોને તેમજ પક્ષીય ભેદભાવ આધારે દબાણો હટાવવાના આક્ષેપ કરી સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.

નોંધનીય છે કે, રોજગારીના ફાંફા મારતા ખંભાતના કેટલાય નાગરિકો લારી-ગલ્લાઓ ચલાવી ગુજરાન ચલાવે છે.તેમના દબાણ દૂર કરાતા કફોડી હાલત બની છે.બીજી તરફ મોટી ગજાના નેતાઓ તેમજ તેમના આર્શીવાદ હેઠળ ધમધમતા દબાણો દૂર ન કરાતા વિરોધ સર્જાયો હતો.

(સલમાન પઠાણ-ખંભાત)