ડીસા તાલુકાના માલગઢ ગામની નિશાળવાળી ઢાણીમાં રહેતાં ડાહ્યાલાલ બાબુજી સુંદેશા (માળી) એ શુક્રવારે રાત્રે પોતાનું બાઇક ખેતરમાં ઘરની પાસે આવેલ પાણીના બોરની ઓરડી પાસે મુક્યું હતું અને રાત્રિના સાડા ત્રણેક વાગે ઉઠતાં ડાહ્યાલાલને બાઇક દેખાયું ન હતું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જેથી તેમના મોટા ભાઇ જગદીશભાઇ બાબુજી સુંદેશા તથા માતા ચંપાબેન બાબુજી વિગેરેને જગાડી અને આ બાબતે વાત કરી હતી. તેમજ ખેતરની આજુબાજુ તપાસ કરતાં બાઇક મળી આવ્યું ન હતું.

આમ બાઇક નંબર જીજે-08-સીઇ-6211 ની ચોરી અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ડાહ્યાલાલ સુંદેશાએ બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.