જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન
વિસ્તારમાંથી ગેરકાયદેસર આઇ.પી.એલ. ક્રિકેટ મેચમા સટ્ટો રમી-રમતા બે ઇસમને કુલ કિ.રૂ ૧૩,૪૬૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી જાફરાબાદ ટાઉન પોલીસ
ભાવનગર રેન્જનાં જીલ્લાઓ માં દારૂ તથા જુગારની બદી દૂર કરવા અસરકારક કામગીરી કરવા જાફરાબાદ ટાઉન પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન
ચોક્કસ બાતમી મળેલ કે જાફરાબાદ રામ મંદીર ક્રિકેટ ગ્રાઉન્ડમા રામ મંદીર પાસે જાહેરમા પોતાના આર્થીક ફાયદા માટે આજે સાંજની આઇ.પી.એલ ક્રિકેટ મેચની ગુજરાત ટાઇટન્સ તથા મુંબઇ ઇંડીયન્સ વચ્ચેની મેચની ચીઠ્ઠી વડે સટ્ટો રમી રહ્યા છે.
જે બાતમી આધારે રેઇડ કરી
ચીઠ્ઠી નંગ ૧૨ કિ.રૂ.૦૦/- તથા બોલપેન નંગ ૦૧ કિ.રૂ.૦૦/- તથા
રોકડ રકમ રૂ.૧૩,૪૬૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૩,૪૬૦/- સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી જાફરાબાદ ટાઉન પો.સ્ટે. ગુર.નં.૨૦૫/૨૩ જુ.ધા.ક.૧૨(અ) મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ.
પકડાયેલ આરોપીઓ -
(૧) આરીફભાઇ રજાકભાઇ હબશી,
(૨) રોહીતભાઇ સામતભાઇ પરમાર
રહે. બંન્ને જાફરાબાદ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા એ.જી.ગોહીલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. એ.એમ.દેસાઇ તથા પો.સ.ઇ. પી.વી.પલાસ તથા હેડ કોન્સ. બી.એમ.વાઘેલા તથા હેડ કોન્સ. ગોવીંદભાઇ ડોડીયા તથા હેડ કોન્સ. જનકભાઇ હિમાસીયા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ખસીયા તથા પો.કોન્સ સહદેવભાઇ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.