તારાપુર સિકોતર માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જે પ્રસંગે સોજીત્રા ધારાસભ્ય ઉપસ્થિત રહી અને શ્રીફળ હોમી આરતી દર્શનનો લ્હાવો લીધો
તારાપુર તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ મુકેશભાઈ બારોટ દ્વારા તારાપુર ખાતે સિકોતર માતાના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ એવા સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી શ્રીફળ હોમિ આરતી ઉતારી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા
તેઓની સાથે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ ભગવતસિંહ પરમાર, તારાપુર તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, તરુણભાઈ બારોટ, તારાપુર તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ ભરવાડ, સોજીત્રા નગરપાલિકા પ્રમુખ અને આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંતભાઈ પટેલ, સોજીત્રા શહેર મહામંત્રી રાકેશભાઈ બારોટ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, તેમજ તારાપુર તાલુકા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા....
 
  
  
  
  
   
   
   
  