ડીસા નગરપાલિકા વિસ્તારની સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓને માટે મતદાન દિવસે સવેતન રજા જાહેર કરવામાં આવી છે તેમજ તેનું પાલન નહીં કરનાર વેપારીઓ સામે દંડનાત્મક કાર્યવાહી થશે.
રાજ્યના શ્રમ આયુકત વિભાગે લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 અંતર્ગત 02- બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગ માટે 7 મેના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે ડીસા નગરપાલિકા વિસ્તારની સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ડીસા શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ) એકટ 2019 હેઠળ આપવાની અઠવાડીક રજા જો મતદાનના દિવસે ન હોય તો અઠવાડીક રજા બદલી કરીને દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતા દરેક વ્યકિત મતદાનના દિવસે રજા મંજૂર કરવા સૂચના આપી છે.
તેમજ આ રજા માટે શ્રમયોગી અનેકર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી તેમ પણ જણાવાયું છે. જો કોઇ માલિક લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 135 - બીની જોગવાઇ વિરૂદ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે એવું ડીસા નગરપાલિકાના સત્તાધિશોએ જણાવ્યું હતું.