કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજ ની ગુરૂગાદી દેવ દરબાર જાગીર મઠ ખાતે શ્રી ૧૦૦૮ મહંત શ્રી બળદેવનાથ બાપુ ની અઘ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઇ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા. પુર્વ મહામંત્રી જિલ્લા ભાજપ ભારતસિંહ ભટેસરીયા અને થરા નગરપાલીકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ સામજિક સંગઠનો સહીત મોટી સંખ્યામાં યુવાનો વડીલો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને મહાકાલ સેના ટીમ સાથે કાંકરેજ તાલુકા માં રાજપૂત સમાજ માં થોડું ઘણું મનદુઃખ થયું હતું જેમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ૧૦૦૮ મહંત શ્રી બળદેવનાથ બાપુ ના આશીર્વાદ સાથે સૌ કોઇ એક આસન એક મંચ પર બિરાજમાન થયા હતા અને સામજિક કે પછી કોઈ રાજકીય આગેવાનો સાથે નો ભેદભાવ વિના ભારતીય જનતા પાર્ટી થી વિમુખ ન થઈ ને યોગ્ય રીતે કામ કરવા માટે કહ્યું હતું ત્યારે હવે રૂપાલા ની વાણી વિલાસ બાબતે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ ને ઘણું બધું દુઃખ થયું છે ત્યારે હવે રાજપૂત સમાજના યુવાનો માટે વડીલો એ વાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટીના પાયાના રોપનાર ખુદ પોતે આપડે જ છીએ એટલે આપ સમજી વિચારી ને આપડે આપડી ફરજ બજાવી યોગ્ય રીતે નિર્ણય લઈને કામગીરી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं