વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ડીસામાં પાટણ અને બનાસકાંઠાના ઉમેદવારોના સમર્થનમાં બોલતાં કહ્યું હતુ કે ગુજરાતની જનતાને સલામ છે કે તેમણે ગુજરાતમાં અસ્થિર સરકાર આવવા નથી દીધી.કોંગ્રેસે વર્ષ 2019 પછી મોદીનુ અપમાન કરવાનું અભિયાન ચલાવ્યું,ગર્વ સાથે મોદી સમાજ અને ઓબીસી સમાજને ચોર કહી દીધુ અને આખા દેશમાં ગુજરાતીઓ માટે નફરત ફેલાવાની એક તક નથી ગુમાવી.કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો બહાર આવ્યો ત્યારે મેં કહ્યુ હતુ કે આમાં મુસ્લીમ લીગની છાપ છે.લોકસભા ચૂંટણીના બે ચરણ પુરા થયા છે તેમા પહેલાં ચરણમાં ઇન્ડિયા ગઠબંધન પસ્ત થયુ અને બીજામાં ધ્વસ્ત થયુ છે. કોંગ્રેસની મોહબ્બતની દુકાનમાં ફેક ફેકટરી કામ કરી રહી છે. કોગ્રેસના વિડીયો ફેક, કોંગ્રેસના વચનો ફેક, કોંગ્રેસની વાતો ફેક, કોંગ્રેસના નારા અને નિયત પણ ફેક.કોંગ્રેસના નેતાઓ કાન ખોલી સાભંળી લે મોદી જ્યાં સુઘી જીવે છે ત્યા સુઘી ઘર્મના આધાર પર આરક્ષણની રમત રમવા નહી દઉં.

મોદીએ કહ્યું કે, સરકાર બન્યા પછી પહેલા 100 દિવસ કયા કામ કરવા તેની યાદી પણ તૈયાર કરી રાખી છે.ખાલી બધી બેઠકો જીતાડવી એટલુ નહી આપણે બધા પોલીંગ બુથ જીતવા છે.દેશના ઘણા રાજયોમાં રાજનીતીની અસ્થિરતાએ ઘણું નુકસાન કર્યું છે.

આજે પણ કોંગ્રેસ પાસે ન મુદ્દા છે ન કોઇ વિઝન ન કોઇ કામ કરવાની ઇચ્છા શક્તિ. 2014 મા લોકસભા ચૂંટણીની સભામાં કોંગ્રેસના નેતાઓ કહેતા કે આ ચા વાળો શુ કરશે?,આ ગુજ્જુ શુ કરશે ?, દાળભાત ખાવા વાળો શુ કરશે ? આવા મુદ્દે મજાક કરતા પણ જનતાએ એવો સબક આપ્યો કે આજે 40 બેઠકો પર સમેટાઇ ગયા છે.

2019 માં બીજી ચૂંટણીમાં પણ સબક ન લીધો અને ચોકીદાર ચોર છે. કહેતાં કે મોદી ખૂનની દલાલી કરે છે,રાફેલના રમકડાં લઇ ફરતા હતા પણ જનતાએ ફરી એવી સ્થિતિ કરી કે એક મજબૂત વિપક્ષ પણ નથી બનાવી શક્યા. 2019 પછી તેમણે મોદીનુ અપમાન કરવાનુ અભિયાન ચલાવ્યું. ગર્વ સાથે મોદી સમાજ અને ઓબીસી સમાજને ચોર કહી દીધુ અને આખા દેશમા ગુજરાતીઓ માટે નફરત ફેલાવાની એક તક નથી ગુમાવી. 2024 મા કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ફરી અફવાઓ ચલાવે છે. આ વખતે પણ કોંગ્રેસ અને તેમનું ગઠબંધન પહેલા કરતા ઓછી બેઠકો મેળવશે.

સામ પિત્રોડાના નિવેદનને ટાકતાં કહ્યુ કે, કોઇ પણ પરિવારના વડીલો તેમના બાળકોને મૃત્યુ પછી તેમના બાળકોને કશુ આપી જવાની ઇચ્છા વ્યકત કરે પણ કોંગ્રેસ વાળાએ મિલકતો પર નજર બગાડી છે. કોંગ્રેસની સરકાર બનશે તો 55 ટકા તે મિલકત પર ટેક્ષ વસુલ કરવાની વાત કરી છે. ભાજપ તો જનતાની તાકાત વધારવાનુ કામ કરે છે તો કોંગ્રેસ તમારી ભેગી કરેલ તાકાતને લુટવાનુ કામ કરે છે એટલે કોંગ્રેસથી ચેતતા રહેજો. ગુજરાતે જે વિકાસ કર્યો છે તેની પાછળ એક વિઝન રહ્યું છે એક લાંબા ગાળાની મહેનત છે તેના કારણે ગુજરાત આગળ વધ્યુ છે.

આ વખતની ચૂંટણીમા કોંગ્રેસ ફેક વિડીયો બનાવી રાજકારણ કરી રહ્યા છે. કોંગ્રેસની મોહબ્બતની દુકાનમા ફેક ફેકટરી કામ કરી છે. કોગ્રેસના વિડીયો ફેક, કોંગ્રેસના વચનો ફેક, કોંગ્રેસની વાતો ફેક, કોંગ્રેસના નારા અને નિયત પણ ફેક. ફેક વિડીયોની રાજનીતી ન કરવી જોઇએ આની સજા દેશ આપશે. બાબા સાહેબે આંબેડકરજીએ જે સંવિધાન આપ્યુ છે, દેશના નિર્માતાએ જે સંવિધાન આપ્યુ છે તે સંવિધાનનુ સરક્ષણ કોંગ્રેસના નેતા કાન ખોલી સાભંળી લે મોદી જ્યાં સુધી જીવે છે ત્યા સુધી ઘર્મના આધાર પર આરક્ષણની રમત રમવા નહી દઉ.

એસ.સી,એસ.ટી,ઓબીસી અને સામાન્ય વર્ગના ગરીબોને જે આરક્ષણ મળ્યું છે સંવિધાનથી મળ્યુ છે તેમા રદી પણ બદલાવ નહી આવે. દલિત,આદિવાસી સમાજ, સામાન્ય વર્ગના લોકોના આરક્ષણમાંથી લૂંટ ચલાવી ધર્મના આઘારે મુસલમાનોને આરક્ષણ આપવા માગો છે. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓને ચેલેન્જ આપુ છુ કે તેમનામા હિંમત હોય તો જાહેર કરે કે તેઓ ક્યારેય પણ ધર્મના આઘાર પર આરક્ષણનો દુર ઉપયોગ કરશે નહી,સંવિધાનમા બદલાવ કરશે નહી અને ન તો ધર્મના આધાર પર કોઇને આરક્ષણ આપશે.